બાબરકોટના સરપંચના જન્મ દિવસની ઉજવણી

552

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામનાં યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ પ્રવીણભાઈ મુજાભાઈ બાભણીયા તથા સભ્ય જયંતિભાઈ મધુભાઈ શિયાળ, તથા  ભગવાનભાઈ વેલાભાઈ સાંખટ નાં  જન્મ દિવસ ની સમસ્ત બાબરકોટ  ગામના યુવાનો દ્રારા બાબરકોટ ગામ સમસ્ત આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમ્યાન ક્રિકેટ ગ્રાઉન્ડમા ભવ્ય ઉજવણી કરી હતી.  સમસ્ત બાબરકોટ ગામનાં યુવાનોએ ખુશીથી ધામધૂમ કરી સરપંચ અનકભાઈ સાંખટનાં ૨૯ મા જન્મ  દિવસની ભવ્ય ઉજવણી કરી જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થીત રહ્યાં હતાં. બાબરકોટ ગામનાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.  બાબરકોટ ગામનાં તમામ લોકોએ સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ ને જન્મ દિવસની  શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરાજકોટ ભાવનગર હાઇવે પર ઢસા નજીક સજાર્યો અકસ્માત
Next articleઅમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે વરણી થતા મનિષભાઈનું સન્માન