રાજુલા – જાફરાબાદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી

690

રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ ન થતા ખેડૂતો કફીડો સ્થિતિમાં શાકભાજી મોંઘાદાટ થયા છે. રાજુલા જાફરાબાદ વિસ્તારમાં તળાવો અને ચેકડેમ ખાલીખમ થયા છે. ડેમ ભરવાની જાહેરાતે ક્યારે સાચી થશે પાંચ દિવસમાં વરસાદ નહિં આવે તો સિંગ અને કપાસના છોડ બળી જશે. ખેડૂતોને દાઝ્‌યા પર ડામ જેવી સ્થિતિ નિર્માણ થશે. આ વિસ્તારના ઉદ્યોગોમાં પણ ભયંકર મંદી રોજગારી માટે ગ્રામ્ય વિસ્તારના લોકો અને શિક્ષિત બેકારો ફાફા મારે છે. રાજુલા જાફરાબાદ તાલુકો એટલે ઉદ્યોગે તાલુકો અને ખેતી ઉપર મોટાભાગનો આધાર છે. આ તાલુકામાં ૯૦ ટકા ખેડૂતોને વાવણીનું કામ પૂર્ણ કરી દીધું છે. કપાસનું વાવેતર આગોતરૂં કરતા કપાસના સોડ મોટા થઇ ગયા છે. જ્યારે સિંગના સોડવા હજી કુમળા અવસ્થામાં છે. અસહ્ય ઉકળાટ અને ગરમીના કારણે બપોરના સમયે આ વાવેતર છે. તે સંપૂર્ણ બળતું હોય તેવું લાગે છે. હાલ વાવણી પછી એકપણ વરસાદ તેમજ આપતા પણ ન આવતા આ વાવેતર હવે સુકાવા લાગ્યું છે. મોટાભાગના ખેડૂતોમાં કુવામાં પાણી ન હોવાથી આ છોડને પાણી પણ પાઇ શક્તા નથી. માત્ર ૨૦ ટકા કુવા અને ડેમોમાં પાણી છે રાયડી ડેમ અને ધાતરવડી ડેમમાં પણ પાણી નથી સરકાર આ ડેમો ભરવાની જાહેરાત કરી હતી પરંતુ હજી કોઇ પાઇપ લાઇનો નાચે કાણાં નથી જેથી ડેમ કેવી રીતે ભરવા તે મુશ્કેલીનો સવાલ છે. આ વર્ષે સરકાર ડેમ ભરશે તેવી અગાઉ જાહેરાતો થઇ હતી પરંતુ આ જાહેરાતનું આ વિસ્તારમાં મરણ થયું હોય તેમ કોઇ ડેમ ભરવામાં આવ્યું નથી. તેમ કોંગ્રેસ કિસાન સંઘના અગ્રણીઓ ભરતભાઇ સાવલિયા એ જણાવ્યું હતું હાલ આ વિસ્તારમાં કુવાઓમાં અમુક જગ્યાએ પાણી છે પરંતુ લાઇટ અવાર નવાર ચાલી જતી હોવાથી કુવામાં પાણી હોવા છતાં આ વાવેતર ઉગેલા છોડ વાવો કપાસ અને સિંગના બચાવી શકાય તેમ નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી નિયમિત ખેડૂતોને મળે ખેતીવાડીમાં મળી શકે તે જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ રવુભાઇ ખુમાણ વીજતંત્રના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પુરવઠો નિયમિત મળે તે માટે પત્ર પાઠવ્યો છે. તેમજ સરકાર દ્વારા નાના મોટા ખેડૂતોને ૬૦૦૦ ની સહાય મળે તે માટે હાલ ખેડૂતોએ ફોર્મ ભરેલા છે. તે સહાય પણ તાત્કાલિક મળવી જોઇએ. જેથી ખેડૂતોને બિયારણ બળી ગયો હોય તો આ સહાય મદદરૂપ થઇ શકે તેમ કનુભાઇ ધાખડાએ જણાવ્યું હતું. હાલ આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલો ઉદ્યોગ તેમજ એક કાપડના ઉદ્યોગ ભયંકર મંદી આવતા આ વિસ્તારના લોકોની રોજગારી બંધ અને લાખો રૂપિયાનું પેમેન્ટ સલવાઇ જતા આ વિસ્તારમાં મંદીનો માહોલ જોવા મળે છે. મજૂરો અને કોન્ટ્રાક્ટરોમાં દેકારો જેના કારણે રોજગારી માટે ફાંફાં મારી રહ્યા છે. બીજી એક શીપીંગ કંપનીમાં છેલ્લા બે માસથી કર્મચારીઓને પગાર ન થતાં નોકરિયાતાોની કફોડી સ્થિતિ ઉભી થઇ છે. આમ આ વિસ્તારના ઉદ્યોગોમાં પણ મંદિનો માહોલ જોવા મળે છે. બીજી તરફ જગતનો તાત પણ મેઘરાજાને મનાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કુતરાઓને રોટલા નાખવામાં આવે છે તેમજ શહેર વિસ્તારમાં ગામ બંધ રાખી હવન કરવામાં આવે છે. ક્યારે વરૂણ દેવને લઇ જવા માટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઇ ધાખડા ભંડારીયા હનુમાન પગપાળા જવાનું અને પ્રસાદી લેવાનું નક્કી કર્યું છે. તેમજ મહિલા મંડળ દ્વારા વરૂણદેવને રીઝવવા ૨૦મીએ રાધાકૃષ્ણ મંદિરે અખંડ રામધૂન રાખવાનું નક્કી કર્યું છે. તેમજ જાફરાબાદખાતે પણ વરૂણદેવને રીઝવવા હવન યજ્ઞ પણ કરવામાં વેપારીઓ દ્વારા આવ્યો હતો. આમ વરૂણદેવને રીઝવવા માટે કુતરાને રોટલા નાખવા એક ગામથી બીજે ગામ ધજા લઇ જવી સહિતના કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. પરંતુ વર્ષ પણ ખેડૂતો માટે વર્ષ નબળું હતું. ત્યારે અત્યારે પણ આવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે. ખેડૂતોએ ઉષા ઉછીના ઉધારી બેંકો વ્યાજે નાણા લઇને અને વાવેતર તો કરી દીધું છે પરંતુ ખેડૂતોની કઠણાઇ હોય તેમ જગતનો તાત મોઢું ફેરવી ગયો હોય તેમ વરસાદ ન થતા ખેડૂતો માટે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ ઉદ્યોગોમાં મંદી હોવાથી ત્યાં પણ રોજગારી મળતી નથી ત્યારે અહીં ખેડૂતોને વરસાદ ન વરસતા મજુરો ખેડૂતો હાલ તો કફોડી સ્થિતિમાં મુકાતો વેપારીઓ પણ ખાસ કરીને ઉદ્યોગ અને ખેતી ઉપર જ આધાર હોય છે ત્યારે વેપાર ધંધા આવો તે પણ અસર થઇ હોવાનું રાજુલા ચેમ્બરના પ્રમુખ બકુલભાઇ વોરાએ જણાવ્યું હતું હાલ વરસાદ ન થતા અને ઉદ્યોગોમાં મંદી હોવાથી રાજુલા શહેરમાં જે લોકોની ભીડ હતી એક માસ પહેલા તેના કરતાં માત્ર ૨૫ ટકા વેપાર ધંધાની આવક છે. આમ ખેડૂતો અને મજુરો શહેરમાં ઓછા પ્રમાણમાં ખરીદી માટે આવતા જોવા મળતા નથી. આમ વરસાદની તંગીના કારણે આ વિસ્તારમાં શાકભાજીના ભાવ પણ આસમાને ગયા છે જેના કારણે મહિલાઓની સ્થિતિ પણ કફોડી છે. સ્થાનિક શાકભાજીની આવક પણ નબળી હોવાને લીધે શાકભાજીના ભાવ ડબલ થઇ જતા મોંઘવારીએ પણ માઝા મુકી છે. હાલ મધ્યમ વર્ગના લોકોને અતિશય મુશ્કેલી જોવા મળે છે ત્યારે રાજુલા જાફરાબાદમાં વરૂણદેવ વરસે તેવી માંગણી અને પ્રાર્થના આમ જનતામાંથી ઉઠવા પામી છે જો કે પાંચ થી સાત દિવસમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને દાઝ્‌યા ઉપર ડામ દિધા જેવી સ્થિતિનું નિર્માણ થેશે. અને પાણીની ભયંકર પરિસ્થિતિ નિર્માણ થશે કારણ કે હાલ મોટાભાગના તળાવો ખાલી છે તેમજ ડેમમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી નથી આમ જો એ ભારે વરસાદ થઇ જાય તો આ વિસ્તારમાં ખેડૂતો બચી શકે અને ડેમ અને કુવાઓમાં નવું પાણી આવે વિસ્તારના ખેડૂતોને લાભ થાય.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleજૈન જાગૃતિ સેન્ટર દ્વારા હાથબના દરિયા કિનારે પિકનીકનું આયોજન