વિઝાના નવા નિયમોથી મુશ્કેલીમાં મૂકાઈ સાઈના નેહવાલ, વિદેશમંત્રી પાસે માગી મદદ

635

ભારતની ટોપની બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલે આવતાં અઠવાડિયે ડેનમાર્ક ઓપનમાં ભાગ લેવા માટે વિઝાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાઈનાએ આ મુશ્કેલી માટે વિદેશ મંત્રાલયની મદદ માગી છે.

ડેનમાર્ક ઓપન શીર્ષ બીડબ્લ્યુએફ સુપર ૭૫૦ ટુર્નામેન્ટ છે, જે ૧૫થી ૨૦ ઓક્ટોબર સુધી ઓડેન્સેમાં રમાશે. સાઈનાએ વિદેશ મંત્રી એસ. જયશંકરને ટેગ કરીને ટ્‌વીટ કર્યું કે, મને અને મારા ટ્રેનર માટે ડેનમાર્ક જવા માટે વિઝાના સંબંધમાં મારો તમને અનુરોધ છે. મારે આવતાં અઠવાડિયે ઓડેન્સેમાં ટુર્નામેન્ટમાં રમવાનું છે અને હજુ સુધી વિઝા બન્યા નથી. અમારી મેચ આવતાં મંગળવારથી શરૂ થવા જઈ રહી છે.

એક સમાચાર એજન્સી મુજબ નિયમોમાં બદલાવને કારણે ભારતીય બેડમિન્ટન સ્ટારને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવા નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ કે જેને ડેનમાર્કના વિઝા જોઈએ છે, તેને દિલ્હી સ્થિત તેના દૂતાવાસમાં સ્વયં આવવું પડશે.

જો કે બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ૩૦ સપ્ટેમ્બરે જ દૂતાવાસને પત્ર લખીને ખેલાડીઓનાં સ્વયં ઉપસ્થિતિના નિયમથી છૂટની માગ કરી હતી, પણ તેના પર હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

Previous articleબોનીની નવી ફિલ્મમાં હવે જાન્હવી બોમ્બે ગર્લ બનશે
Next articleસામી ટેસ્ટ ક્રિકેટમાં બીજા દાવમાં વધુ સફળ રહ્યો છે