વલ્લભીપુર પાલિકા દ્વારા આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાન બહાર ગ્રાહકોને માટે ખેંચી લક્ષ્મણ રેખા

0
83

હાલ કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા તંત્ર તરફથી વિવિધ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આવનારી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવા પર ભાર મુકાઈ રહ્યો છે. લોકડાઉનમાંથી મુક્તિ મેળવેલી દુકાનોની બહાર ગ્રાહકો એકઠા થઇ જતાં હોય અને તંત્રની ગાઈડલાઈન્સનો ભંગ થતો હોવાનું જણાતા વલ્લભીપુર નગરપાલિકા તરફથી નવતર અભિગમ અપનાવાયો છે.

દુકાનોમાં ખરીદી સમયે લોકો નજીક નજીક ઉભા રહેતા હોય કોરોના સંક્રમણ થવાનો ભય હોય વલ્લભીપુર નગરપાલિકા દ્વારા લોકડાઉનથી મુક્તિ મેળવેલી તમામ દુકાનોની બહાર એક મીટરના અંતરે ગોળ અથવા ચોરસ નિશાન બનાવવામાં આવ્યા છે. કાઉન્ટર પર ઉભેલા ત્રણ કે ચાર વ્યક્તિ ખરીદી કરી લ્યે ત્યાં સુધી અન્ય ગ્રાહકો આ નિશાન પર ઉભા રહી ભીડ ઓછી કરવામાં સહકાર આપતા થાય અને અંતર જાળવવામાં લોકજાગૃતિ આવે તેવા આશયથી પાલિકાએ કરેલી આ કામગીરીને દુકાનદારો સહિત ગ્રાહકો પણ આવકારી રહ્યા છે.
તસ્વીર ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here