ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં કોંગી કોર્પોરેટરે ખેલ પાડ્યો…..!!

174

આરોગ્ય કેન્દ્ર ના નામકરણ મુદ્દે ટીપ્પણી કરતાં શાસકપક્ષો એ હોબાળો મચાવ્યો અંતે માફા-માફી ના અંતે “ઘી ના ઠામમા ઘી પડ્યું”

ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણસભા મેયર કિર્તિબેન દાણીધારિયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ૧૧ મુદ્દાઓ અંગે શાસક-વિપક્ષ વચ્ચે ચર્ચાઓ ના અંતે આ અગિયાર ઠરાવ ને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં અને એક એજન્ડા અધ્યક્ષ સ્થાને થી મંજૂર કરવામાં આવ્યો હતો આ સાધારણસભા માં રાજ્ય ના મહાનગરો માં લાગું એવી પાર્કિંગ પોલીસીની અમલવારી નો મુદ્દો મુખ્ય ચર્ચા નો વિષય બન્યો હતો.મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ સાધારણસભા માં કુલ ૧૨ એઝંન્ડાઓ ચર્ચામાં લેવામાં આવ્યા હતા જેમાં ૧૧ ઠરાવો પર મેયર- કમિશ્નર ની હાજરીમાં શાસક પક્ષના કોર્પોરેટરો તથા વિપક્ષી સભ્યો વચ્ચે લાંબી ચર્ચાઓ-અક્ષેપ-પ્રતિઆક્ષેપો ના અંતે સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી આ મુદ્દાઓમા મહા.પા માં જે સફાઈ કર્મચારી ઓ ફરજ દરમ્યાન નિવૃત્તિ પૂર્વે અવસાન પામ્યા છે એમનાં વારસદારો ને રહેમરાહે નિમણૂંક આપવા નો મુદ્દો ત્રીજો મુદ્દો શિક્ષણ બાબતનો ચોથો ઠરાવ શહેરના દરેક વોર્ડમાં સફાઈ કામદારો ના સેટઅપ અંગે પાંચમો મુદ્દો શહેરી વિસ્તારમાં ભળેલા નવા એરિયાઓમા મિલ્કતોની ફેર આકરણી અંગે નો મુદ્દો છઠ્ઠો મુદ્દો પંદરમા નાણાં પંચની વર્ષ ૨૦૨૧-૨૨ ની પ્રથમ હપ્તાની અનટાઈડ ગ્રાન્ટ મુજબ ટાઉન ડેવલપમેન્ટ અંગે ખર્ચ કરવા અંગે સાતમો મુદ્દો રહેણાંકી હેતુથી લીઝપટ્ટાની મુદત રીન્યુઅલ કરવાની મંજૂરી આઠમો એઝંન્ડા ઘોઘા સર્કલ-અકવાડા વોર્ડનં-૧૩ માં આવેલ યુ-સીએચસી (આરોગ્ય કેન્દ્ર) ને પંડિત દીનદયાળ આરોગ્ય ધામ તરીકે નામકરણ કરવા નો નવમો મુદ્દો શહેરના જાહેર સ્થળોએ ખાનગી એડ એજન્સી ઓને જાહેરાત માટે વસુલવામાં આવતાં વિવિધ ચાર્જમાં ૫૦ ટકા માફી આપવા અંગે તથા દસમો ઠરાવ શહેરના ગંગાજળીયા તળાવ પર પાર્કિંગ માટે પે -એન્ડ પાર્કમાં પાર્કિંગ લાયસન્સ ફી નો પ્રતિવર્ષ માટે ખાનગી કોન્ટ્રાક્ટટર ને ફાળવવા અને ૧૧ મો ઠરાવ રાજ્ય ના અન્ય મહાનગરો માફક ભાવનગર શહેરમાં પણ જટિલ બનતી ટ્રાફિક સમસ્યાઓ ને હલ કરવા ટ્રાફિક પોલીસી લાગું કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
એક મુદ્દો અધ્યક્ષ સ્થાને થી મંજૂર કરવામાં આવ્યો હતો આ સાધારણસભા હાલનાં ખરાબ રોડ રસ્તાઓ અંગે વિપક્ષી નેતા ભરતભાઈ બુધેલીયા કોગી નગરસેવક જયદિપ સિંહ ગોહિલ જીતુ સોલંકી કાન્તીભાઈ ગોહિલ એ તડાપીટ બોલાવી હતી આરોગ્ય કેન્દ્ર ના પંડિત દીનદયાળ નામકરણ અંગે પંડિત દિનદયાળ કોણ એવો પ્રશ્ન વિપક્ષી નેતા ભરતભાઈ એ પુછતા શાસકપક્ષો એ ઉગ્ર દેકારો કર્યો હતો દરમ્યાન કોગ્રેસના નગરસેવક જીતુ સોલંકી એ પંડિત દીનદયાળ વિશે કોમેન્ટ પાસ કરતાં શાસકપક્ષ ના સભ્યોએ જીતુ સોલંકી પોતે બોલેલા શબ્દો પાછા ખેંચે અને સભામાં માફી માંગે એવી માંગ ઉઠતાં નેતા ભરતભાઈ એ જણાવ્યું કે એના વતી હું માફી માંગું છું પરંતુ શાસકપક્ષના સભ્યોએ જીતુ સોલંકી જ માફી માંગે એવો હઠાગ્રહ રાખતાં જીતુ એ પોતાની જગ્યાએ થી ઉભા થઇ એજંન્ડા ફાઈલ ફાડી કાગળો ઉડાડી ભાજપ વિરુદ્ધ નારા સાથે પોતે માફી નહીં માંગે એમ જણાવી સભા માથી વોકઆઉટ કરતાં મામલો ગરમાયો હતો અને લાંબી લમણાજીક બાદ અંતે ભરતભાઈ જીતુને મનાવી સભામાં લાવી માફી મંગાવતા મામલો થાળે પડ્યો હતો બાકી સભ્યો આ અને આગામી બોર્ડની બેઠક માંથી જીતુ સોલંકી ને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી પરંતુ છેલ્લે ભાજપના કોર્પોરેટર અને ડે.મેયર કુમાર શાહ તથા અન્ય સભ્યોએ હસ્તાક્ષેપ કરી મામલાની પતાવટ કરાવી હતી આમ વિપક્ષી સભ્યોએ રાબેતા મુજબ નો ખેલ પાડી સાધારણસભા માં પોતાની ફરજ અદા કરી હતી…!

Previous articleપાલીતાણામાંથી ચોરાઉ બાઈક સાથે શખ્સને ઝડપી લેતી એલસીબી
Next articleભાવનગરના ૧૫૧ કિ.મી. દરિયાની સુરક્ષા માટે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સજ્જ