ભારતીય ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવો જોઈએ : સુરેશ રૈના

125

મુંબઇ,તા.૧૯
પૂર્વ ભારતીય બેટ્‌સમેન સુરેશ રૈના ઈચ્છે છે કે ભારતીય ટીમ યુનાઈટેડ અરબ અમીરાત અને ઓમાનમાં થનારા ટી ૨૦ વર્લ્‌ડ કપમાં પોતાના કેપ્ટન વિરાટ કોહલી માટે જીત મેળવે. વિરાટ કોહલીએ એવો નિર્ણય લીધો છે કે તે આ ટી ૨૦ વર્લ્‌ડ કપ બાદ આ ફોર્મેટ (ટી ૨૦)મા ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી દેશે.આઇસીસી વેબસાઇટ સાથે વાતચીત કરતા સુરેશ રૈનાએ કહ્યું કે સંભવતઃ કેપ્ટનના રૂપમાં આ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી મેચ હશે એટલે તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે બધાને વિશ્વાસ અપાવે કે આપણે તેમ કરી શકીએ છીએ અને આપણે તેનાથી પાછળ હટવું જોઈએ નહીં.રૈનાએ કહ્યું કે ભારતીય ફેન્સ આ કારણે આઇસીસી પુરુષ ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે ઉત્સાહિત છે. અમારી પાસે ખેલાડી છે, અમારી પાસે મૂવમેન્ટ છે અમારે બસ ત્યાં જવા અને પોતાની યોજના પર અમલ કરવાની જરૂરિયાત છે. અમારા બધા ખેલાડીઓએ હાલમાં જ યુએઇમા ઇન્ડિયન પ્રીમિયર લીગ રમી છે અને તેમણે આ માહોલમાં ૮ કે ૯ મેચો સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ ભારતને બાકી ટીમોથી લીડ આપે છે અને મારો વિચાર છે કે તેને ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવા માટે મોટો ઉમેદવાર બનાવે છે.પૂર્વ ક્રિકેટરે કહ્યું કે આઇસીસી આયોજનોમાં તેનો શાનદાર રેકોર્ડ રહ્યો છે અને તેની આઇપીએલ શાનદાર રહી છે. આપણા માટે રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલી ૧૫ ઓવર સુધી બેટિંગ કરવા અને મંચ પર ટકી રહેવાની જરૂરિયાત છે. તેઓ એમ કરીને ટીમ માટે લય સેટ કરી શકે છે. મિડલ ઓર્ડરમાં ઘણા બધા ધમાકેદાર કોમ્બિનેશન છે અને જાહેર રીતે રિષભ પંત ત્યાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો છે. પાવર હિટર તરીકે હાર્દિક પંડ્યા પણ ઘણો કુશળ છે પરંતુ જો ત્રણેય ટકી રહે છે તો એવું કોઈ લક્ષ્ય નથી જેનો ભારતીય ટીમ પીછો ન કરી શકે.

Previous articleદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી
Next articleરાજૌરીમાં સેના સાથેની અથડામણમાં છ આતંકી ઠાર