“૧૬મી નોન મેડાલીસ્ટ યોગાસન સ્પર્ધામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા નં.૫૨ રનર્સ અપ”

5

મિસ્ટર યોગી ઓફ ભાવનગર શાળાનો ધો.૮ નો વિદ્યાર્થી સોલંકી કરણ મોહબતભાઈ
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી યોગ હોલ ખાતે યોજાયેલ ૧૬ મી નોન મેડાલીસ્ટ યોગાસન સ્પર્ધા માંપછાત વિસ્તાર માં કુભારવાડા,અક્ષરપાર્ક ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા નં.૫૨ ના યોગાસન માટેની માતૃસંસ્થા ગણાતી એક માત્ર સરકારી શાળા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં યોગ માર્ગદર્શક શિક્ષક તરીકે સેવા આપતા શ્રી ભગીરથભાઈ દાણીધારિયા ના માર્ગદર્શન થી અન્ડર ૧૦ માં પરમાર નરેન રાજુભાઈ ચોથાક્રમે , અન્ડર ૧૪ માં ધો.૮ નો વિદ્યાર્થીઓ સોલંકી કરણ મોહબતભાઈ બીજા ક્રમે,રાઠોડ જયપાલ રાજેશભાઈ ચોથા ક્રમે અને પરમાર મયુર બુધાભાઈ પાંચમાં ક્રમે તેમજ અન્ડર ૧૭ માં ધો.૭ ના વિદ્યાર્થીઓ પરમાર પાર્થ દિનેશભાઈ ત્રીજા ક્રમે, ધનવાણીયા પ્રકાશ બાબુભાઈ ચોથા ક્રમે અને જમોડ ભૌતિક લંકેશભાઈ પાંચમાં ક્રમે વિજેતા થયેલ.અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ મિસ્ટર યોગી ઓફ ભાવનગર ધો.૮ નો વિદ્યાર્થી સોલંકી કરણ મોહબતભાઈ વિજેતા થયેલ છે.શાળા ના વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૧૬ મી નોન મેડાલીસ્ટ યોગાસન સ્પર્ધા માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા નં.૫૨ ને રનર્સ અપ ટ્રોફી ગુજરાત રાજ્ય ના યોગ નિષ્ણાત ડો.આર.જે. જાડેજા,એન.કે.જાડેજા, રવતુભા ગોહિલ હસ્તે પ્રાપ્ત થયેલ. યોગાસન સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમન શિશિરભાઈ ત્રિવેદી,ડે. ચેરમન શ્રી રાજદીપસિંહ જેઠવા, શાસનાધિકારી ડો. યોગેશભાઈ ભટ્ટ, શાળા ના આચાર્ય ઝુબેરભાઈ કાઝી તથા શાળા પરિવાર એ અભિનંદન પાઠવેલ છે.