રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે મહુવા ગ્રામ્યની મુલાકાતે

1687
bvn652018-2.jpg

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાળેલા, ઉમણીયાવદર, ગુંદરણી ગામો ની મુલાકાત લઈ નદી, તળાવની  સફાઈના કામનું  અને ઉંડાઈ વધારવાના કામનું જાતે નિરીક્ષણ કર્યુ હતુ તેમજ શ્રમદાન કર્યુ હતુ. 
કાળેલા ગામે લાસુડી નદી ઉંડી કરવાના કામનું અને તળાવ ઉંડુ કરવાના કામ વિશે જણાવ્યુ હતું કે નદી ઉંડી કરવાના કામમાં દરરોજ ૪૫૦ લોકો કામ કરશે વ્યક્તિ દીઠ ૧૯૪ રૂપિયા ચુકવાશે મનરેગા યોજના તળે આ કામ ૩૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે રૂપિયા ૨૪.૯૬ લાખ નો ખર્ચ થશે લોકોને વિના મુલ્યે માટી કાંપ આપવામાં આવશે વધારાની માટી,કાંપ પાળા પર નાંખવામાં આવશે,તળાવ ઉંડુ કરવાના કામ વિશે જણાવ્યું હતું કે તા. ૦૫/૦૫ થી ૧૨/૦૫ સુધી ચાલનારા આ કામમાં ૨૪૦૦ ઘનમીટર માટી નીકળશે ૧૦ ટ્રેકટર અને ૦૧ જે. સી બી. નો ઉપયોગ કરાઈ રહ્યો છે રૂપિયા ૭૨ હજારનો ખર્ચ થશે ત્રિવેણી ફાઉન્ડેશન કળસારનો તેમજ માર્કેટીંગ યાર્ડ મહુવાનો સહ્યોગ મળી રહ્યો છે. 
ઉમણીયાવદર ગામે માલણ નદી ઉંડી કરવાના કામ વિશે જણાવ્યુ હતું તા. ૦૧/૦૫ થી શરૂ થયેલ કામ તા. ૦૫/૦૫ ના રોજ પૂર્ણ થયેલ છે. ૧૧૬૬ ઘનમીટર માટી નીકળેલ છે જે વિના મુલ્યે લોકોને આપવામા આવી છે.ગ્રામ નિર્માણ ટ્રસ્ટ મહુવાનો સહ્યોગ મળી રહ્યો છે. ૪ ટ્રેકટર ૦૧ જે. સી. બી. નો ઉપયોગ કરાયો હતો. રૂપિયા ૩૬ હજારનો ખર્ચ થયેલ છે. 
ગુંદરણી ગામે ગરાસવેલ નદીને ઉંડી કરવાના કામ વિશે જણાવ્યુ હતું કે તા. ૦૧/૦૫થી શરૂ થયેલ કામ તા. ૦૫/૦૫ ના રોજ પૂર્ણ થયેલ છે ૦૮ ટ્રેકટર અને ૦૧ જે. સી. બી. નો ઉપયોગ કરી ૧૦૮૦ ઘનમીટર માટી નીકળી છે જે વિના મુલ્યે લોકોને આપવામાં આવી છે.ગ્રામ નિર્માણ ટ્ર્‌સ્ટ મહુવાનો સહ્યોગ મળી રહ્યો છે. રૂપિયા ૩૬ હજારનો ખર્ચ થયેલ છે.  તેમણે સમગ્ર રાજ્યમાં ચાલતા જળસંચય અભિયાન અંતર્ગત વિગતે જાણકારી આપી હતી. તેમણે લોકોને આ કામમાં સહ્‌કાર આપવા અનુરોધ કર્યો હતો.

Previous articleગઢડા ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ
Next articleભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા મનાલી ખાતે ટ્રેકીંગ કેમ્પ યોજાયો