ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં ફરી વધારો

1294
guj652018-9.jpg

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ ફરી વધી રહ્યું છે. આજે અમદાવાદમાં પારો ૪૨.૩ સુધી પહોંચી ગયો હતો. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ અમરેલી અને સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૩ સુધી પહોંચ્યું હતું. જોકે કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૩.૮ સુધી પહોંચ્યોહ તો. કંડલા એરપોર્ટ સૌથી ગરમ વિસ્તાર તરીકે રહેતા લોકો અહીં ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. બિનજરૂરી રીતે ગરમાંથી બહાર ન નીકળવા લોકોને તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે ગુરુવારના દિવસે પણ લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં શહેરના મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા.  હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી રહી શકે છે. તાપમાનમાં ઘટાડો થયો છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ પાણીજન્ય રોગચાળાને રોકવા અટકાયતી પગલા લેવામાં  આવી રહ્યા હોવા છતાં એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૯૦ કેસો નોંધાઈ ગયા છે જ્યારે એપ્રિલ ૨૦૧૭ દરમિયાન ૬૧૮ કેસ નોંધાયા હતા. એપ્રિલ મહિનામાં કમળામાં ૨૧૨ કેસો નોંધાઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાલેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. 
પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૮ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૯૦, કમળાના ૨૧૨, ટાઇફોઇડના ૨૪૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૮ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૨૪૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૭ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૬ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૪ કેસ નોંધાયા છે. 

Previous articleપ્રથમ દિને તાયફો રચ્યા પછી નામ માત્રની કામગીરી..!
Next articleનીચલી કોર્ટોમાં ૧૪ દિવસનું ઉનાળુ વેકેશન આપવા માંગ