જોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો

92

મુંબઈ ,તા.૦૯
જોકોવિચે પેરિસ માસ્ટર્સની ફાઇનલમાં મેડવેેડેવને ૪-૬, ૬-૩, ૬-૩થી હરાવીને હિસાબ સરભર કરી દીધો હતો. પેરિસ માસ્ટર્સ જોકોવિચની કારકિર્દીનું ૩૭મું ટાઇટલ છે. જોકોવિચ વિક્રમી સાતમી વખત વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે ૨૦૨૧ની સિઝન પૂરી કરશે. આ સાથે તેણે પેટ સામ્પ્રાસના સતત પ્રથમ ક્રમાંકે રહેવાના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.
ફાઇનલ દરમિયાન જોકોવિચે ૧૭ વિનર્સ અને મેડવેડેવે ૧૪ વિનર્સ ફટકાર્યા હતા. જોકોવિચે વર્તમાન યુગના બે દિગ્ગજ ખેલાડી રફેલ નદાલના હાઇએસ્ટ ૩૬ એટીપી ૧૦૦૦ માસ્ટર્સના ટાઇટલ જીતવાના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.ચાલુ વર્ષે કેલેન્ડર ગ્રાન્ડ સ્લેમની સિદ્ધિથી વંચિત રહેવાની નિરાશાને ભૂલી જઈને શાનદાર પ્રદર્શન કરનાર સર્બિયાના નોવાક જોકોવિચે પેરિસ માસ્ટર્સ એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનું વિક્રમી છઠ્ઠી વખત ટાઇટલ જીતી લીધું હતું. વર્તમાન સિઝનમાં જોકોવિચ પાસે ૧૯૬૯માં રોડ લેવરે એક જ વર્ષમાં જીતેલા ચારેય મેજર ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડને સરભર કરવાની તક હતી પરંતુ સપ્ટેમ્બરમાં રમાયેલા યુએસ ઓપનની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવે જોકોવિચનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું હતું અને સર્બિયન સ્ટાર કેલેન્ડર ગ્રાન્ડસ્લેમની સિદ્ધિથી વંચિત રહ્યો હતો.

Previous articleઅભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્મા સાત ફેરા લેશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે