સે- ૨૪ જર્જરિત પોલીસ ચોકી મરામત કરી કાર્યરત કરવા માંગ

1526
gandhi1452018-5.jpg

શહેરમાં વસ્તીની દ્રષ્ટ્રિએ અને મોટુ શોપિંગ ધરાવતા સેક્ટર ૨૪માં વર્ષોથી જર્જરીત બની ગયેલી પોલીસ ચોકીને શરૂ કરવામાં નહિ આવતા સેક્ટરવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. સેક્ટરના આગેવાન મેહુલ પટેલે સેક્ટર ૨૪ની જર્જરીત ચોકીનુ રીનોવેશન કરી કાર્યરત કરવા માંગ કરી છે. 
ગાંધીનગરમાં સેક્ટર ૨૪ બાદ બીજા નંબરે શોપિંગ સેન્ટર સહિતની દ્રષ્ટ્રીએ સેક્ટર ૨૪નો નંબર આવે છે. જ્યા શ્રમજીવીથી લઇને અમીર અને લોકો વસવાટ કરી રહ્યા છે. આ સેકટરમાં મોટુ શોપિંગ સેન્ટર આવેલુ છે અને વસાહત પણ મોટી સંખ્યામાં છે. તેમ છતા સેક્ટરને સુરક્ષાની રીતે રેઢુ મુકી દેવામાં આવ્યુ છે. 
સેક્ટરના આગેવાન મેહુલ પટેલે કહ્યુ કે, શહેરમાં તાજેતરમાં નવી ચોકીઓ કાર્યરત કરાઇ છે. જ્યારે સેક્ટર ૨૪માં પહેલાથી જ ચોકી માટેનુ બિલ્ડીંગ ઉભુ છે, તંત્રની અણઆવડના કારણે બિલ્ડીંગ જર્જરીત બની છે. 

Previous articleગાંધીનગર સ્ટેશને ટ્રેનો બે જ મિનીટ રોકાતી હોવાથી મુશ્કેલી
Next articleગૌચર નીતિ જાહેર નહીં કરાય તો ગાંધીનગરમાં હલ્લાબોલ કરાશે : અલ્પેશ ઠાકોરનું અલ્ટિમેટમ