કાન કે કામમાં સળી કે સડી નહીં

96

આપણા પવિત્ર ગ્રંથ માં કહેવાય છે કે, હજારો વર્ષના પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે મનુષ્ય યોનીમાં આપણને જન્મ મળે છે, વળી જૈન ધર્મમાં તો મનુષ્ય ભવ ને પામવું દુર્લભ કહ્યું છે. દુર્લભ શબ્દ દ્વારા જૈન ધર્મ સમજાવે છે કે દેવલોકના દેવને પણ સિદ્ધ થવુ હોય એટલે કે મોક્ષ ગતિ ની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્ય ભવ લેવો પડે છે. હવે સમજી લ્યો આપણે કેટલા ભાગ્યશાળી અને ઈશ્વરની કૃપા પામનાર છીએ. આજકાલ લોકો પોતાની હેલ્થ વિશે બહુ ધ્યાન નથી આપતા મન ફાવે તેમ અને જેમ તેમ ધક્કે પંચે ૧૦૦ કરે છે, એ પછી ખાવા પીવામાં કે પેહરવા ઓઢવામાં કે પછી હલનચલનમાં, તો ચાલો આજે વધુ એક હેલ્થની ટિપ્સ વિશે જાણીએ. ના, હું કોઈ પણ ફેકલ્ટીનો ડોક્ટર નથી , નથી વૈદ આ તો સામાન્ય જ્ઞાન થોડું મળે તો થયું લાવો બધાને વેચીએ. વેક્સ શબ્દ સાંભળતા તમને મીણબત્તી, મેડમ તુસાદ વેક્સ મ્યુઝીયમ અથવા તો બ્યુટી પાર્લરના વેક્સનો વિચાર આવતો હશે ખરું ને ??? આ ૩ વેક્સ સિવાય હજી એક વેક્સ છે જે આપણા કાનમાં હોય છે. કાનમાં રહેલ વેક્સને ઇયર વેક્સ કહેવામાં આવે છે, હવે જેને આ વસ્તુ પહેલી વાર સાંભળી છે એના માટે, તમે કેશો આવું વેક્સ અમે આજદિન સુધીમાં જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી, ખમો ખમો બાપલીયા તમને જણાવું. મને પણ એવી ઈચ્છા છે કે મારી જેમ તમારું પણ સામાન્ય જ્ઞાન વધે. સામાન્ય રીતે આપણને કાનમાં ઘણી વાર ખંજવાળ આવતી હોય છે ત્યારે ટચલી આંગળી વડે આપણે ખંજવાળીને હાશકારો અનુભવીએ છે અથવાતો ઇયરબડ્‌સ વડે આપણે કાનની સફાઈ કરીએ છીએ ત્યારે જે પીળો પદાર્થ નીકળે છે તેને કહેવાય છે ઇયર વેક્સ. ખરા અર્થમાં જોવા જઈએ તો ઇયર વેક્સ કાનમાં સૈનિકની ફરજ બજાવે છે અને કાનમાં ધૂળ અને મેલને પોતાની સાથે ઝકળી રાખીને કાનમાં થતા નુકસાનને અટકાવે છે. ઇયર વેક્સ તો પોતાની ફરજ બજાવી જાણે છે પરંતુ આપણે ઘણી વાર કાન ખોતરવા માટે સળી, પેન કે પછી અન્ય ધાતુનો ઉપયોગ કરીએ છીએ જે કાન માટે ઘાતક સાબિત થઈ શકે છે ટૂંકમાં કહીએ તો છરી અથવાતો તલવારને આપણે અણી થી પકડીએ તો કેમ તે હાથને છોલી નાખે છે એવીજ રીતે આવા ધાતુ કાનને બુઠ્ઠો કરવાની ક્ષમતા ધરાવે છે જેના પરિણામે તમારો કાનનો પડદો પણ ફાટી શકે છે. કાનની સાથે આપણા મનુષ્યમાં બીજું એક કેમિકલ આપણા શરીરમાં વસે છે જેનું નામ છે સડી કરવાનું એટલે કે કોઈના કામ બગાડવાની વૃત્તિ. ઘણા લોકોને પોતે આગળ નથી વધતા એનું ધ્યાન કરતા પોતાના સર્કલમાં લોકો કેમ આગળ વધી જાય છે એની અદેખાઈ હોય છે. આ વાતની ખરાઈ આપણે સહુ કોઈએ કરીજ હશે અને કદાચ જાણતા કે અજાણતા આપણે કોઈની મેથી પણ મારી જ હશે. તો આવી વગર કામની કોઈને પણ હેરાન કરવાનું વૃત્તિને પણ સુધારવાની ખેલદિલી રાખીશું તો એક સવળો અભિગમ આવશે કારણ ગોડ નેવર પ્લેસ ડાયસ વિથ એની વન, એટલે કે ભગવાન કોઈ સાથે ક્યારેય પક્ષપાત નથી કરતા અર્થાત્‌ કોઈનું ખરાબ કરીને તમારું સારું નથી થવાનું, જ્યાં સુધી તમે તમારી જાતને સારી બનવાની ઈચ્છા નથી ધરાવતા, બાકી તમારા પાસે કોઈ આવડત ન હોય પણ નીતિમત્તા, પ્રમાણિકતા હશે ને તો સક્સેસ હેઝ ટુ કમ વીથ યું એટલે પદ, પૈસો અને પ્રતિષ્ઠા તમારી પાસે સામે ચાલીને આવશે. એટલે આજથી કાનની અને સ્વની ખેવના કરતા કોઈપણ જાતની સળી કે સડી કરવા કરતાં સાપસીડી રમી ને મજા કરીએ. આજનો મંત્ર – મેથી ખાવ અથવા ખવડાવો બાકી ક્યારેય કોઈની મેથી ના મારશો. આજનો ફેકટ – વિશ્વમાં એક દેશ એવો છે મને નામ તો યાદ નથી પણ ત્યાં લોકો ૧૩ મહિનાનું વર્ષ માને છે અને બીજો એક દેશ છે કે જ્યાંના લોકો આપણા કરતાં ૭ વર્ષ પાછળ ચાલે છે એટલે કે અત્યારે તેઓ ૨૦૧૪ માં જીવી રહ્યા છે, જે ખરા અર્થમાં કહીએ તો આપણા કરતાં આગળ કેહવાય કારણ, આપણે જે અનુકૂળતા ૨૦૧૪ માં માળતા હતા તેઓ આપણા ૨૦૨૨ માં રહીને આજે પોતાના ૨૦૧૪ માં માળે છે.
ભાવિક બી. જાટકીયા
– સુરત ૮૪૬૦૮૮૫૯૫૪

Previous articleસ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ
Next articleગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી