ઘોઘાના માલપર ગામે સુપર મેગા નિદાન કેમ્પ યોજાયો, 168 જેટલા દર્દીઓએ પ્રાથમિક સારવાર કરાવી

107

રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું
ભાવનગરના ઘોઘા તાલુકાના માલપર ગામે બીજો વિના મૂલ્યે સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની પ્રાથમિક શાળા ખાતે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે સુપર મેગા નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે વાહન દ્વારા રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી દવા, ટીપાં, ચશ્મા વગેરે આપવામાં આવ્યાં હતા.

માલપર ગામે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ અને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં 168 જેટલા દર્દીઓએ પ્રાથમિક સારવાર જ્યારે 35 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ઘોઘા તાલુકાના આજુબાજુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો.

Previous articleઉ.પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો
Next articleસાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગારની સાથે નવનિર્માણ પામનાર નુતન ભોજનાલયની ઝાંખી