શહેરમાં પૂ.બાપાની મઢુલીઓમા આકર્ષક શણગાર

84

સદગુરુ દેવ પૂજ્ય બજરંગદાસબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે આજે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી મઢુલી અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો અને સવારે ગુરૂ પૂજન મહા આરતી પાદુકાપૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

શહેરના ઘોઘાસર્કલ, તખ્તેશ્વર, જિલ્લા પંચાયત, પાનવાડી સર્કલ, ડાયમંડ ચોક, નિર્મળનગર સહિતના વિસ્તારોમાં મઢુલીઓમા આજે સવારથી જ પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો બાપાની મઢુલીએ પીપરમેન્ટ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ પૂજ્ય બાપાની પુણ્યતિથીની શહેરમાં સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ વખતે પણ રસ્તાઓ પર મંડપ નાખી મઢુલી બનાવી કરાતી ઉજવણી કોરોનાના કારણે બંધ રાખવામાં આવી હતી.