મોડેલ ડે સ્કૂલ સણોસરામાં એન.સી.સી. દ્વારા ૭૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

84

મોડેલ ડે સણોસરામાં ૭૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે એનસીસીના તમામ કેડેટ્‌સ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સૌપ્રથમ પ્રાર્થના તેમજ વંદે માતરમ, ગીત ઝંડા ગીત અને રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું હતું.સણોસરા ગામના સરપંચ જાડા ધીરુભાઈના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ એનસીસીના ૫૦ કેડેટ્‌સ દ્વારા પ્રરેડ કરવામાં આવી હતી અને ગામમાં રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એનસીસીના કેડેટસ ખીચડિયા સીમા અને બસીયા સત્યજીત દ્વારા દેશ માટે કર્તવ્ય નિષ્ઠાનું વક્તવ્ય આપવા આવ્યું. તેમજ શાળામાં આ ૭૩માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાસ, ગરબા. કરાટે ગીત અને એક પાત્રીય અભિનય ભજવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવામાં મોડેલ ડે સ્કૂલ સણોસરાના શિક્ષકો અને ૨૬ગુજરાત બટાલીયાન સુરેન્દ્રનગર મોડેલ ડે સ્કૂલ સણોસરાના કેડેટ્‌સ દ્વારા જહેમત ઉઠાવી એ બદલ આચાર્ય ડૉ.મનોજભાઈ જી ચૌહાણે સર્વોને બિરદાવ્યા હતા.

Previous articleસિહોરની એલ.ડી. મુની હાઈ.મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયો ‘શક્તિ વંદના’ કાર્યક્રમ
Next articleમ્યુ. પટાગંણમા મેયરના હસ્તે ધ્વજવંદન