૭૩મા પ્રજાસત્તાકદિન નિમિત્તે સંતશ્રી મુનમદાસ બાપુના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

87

ભારત દેશના ૭૩મા પ્રજાસત્તાક દિવસ નિમિતે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી, પાનવાડી ખાતે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી શંભુસિંહ સરવૈયાની પ્રેરક ઉપસ્થિતમાં ૨૬ જાન્યુઆરીને સ્વાતંત્ર્ય પર્વના રોજ મહંતશ્રી મુનમદાસ બાપુ, જમુનાકુંડ, સંતશ્રી કિરણદાસ બાપુ હનુમાન મઢી આશ્રમ, હાદાનગરનાં વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજ વંદન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થતિ મહંતશ્રી મુનમદાસ બાપુએ પોતાના વક્તવ્ય દરમ્યાન વર્તમાન સમયમાં હોમગાર્ડઝ જવાનની કામગીરીને બિરદાવી હતી અને ભારત દેશને આઝાદી અપાવનાર વીર યોદ્ધોને યાદ કરી આઝાદીનો અમૃત મહોત્સવનો અર્થ ઉપસ્થતિ હોમગાર્ડઝ જવાનોને સમજાવ્યો હતો. સંતશ્રી કિરણદાસ બાપુ હનુમાન મઢી આશ્રમ, હાદાનગરએ કોરાના જેવી મહામારીમાં હોમગાર્ડઝ જવાનોએ કરેલી નિષ્કામ સેવાનો ઉલ્લેખ કરી વીર સ્વાતંત્ર સેનાનીઓને યાદ કર્યા હતા. જ્યારે આજના આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાનાં સ્ટાફ ઓફિસર તાલીમશ્રી લાલજીભાઈ કોરડિયા, ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટના અધિકારીગણ સહીત હોમગાર્ડઝ જવાનો અને મહિલા ઉપસ્થતિ રહી સ્વાતંત્ર્ય પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા.ભાવનગર જિલ્લા પોલીસ હેડકવાટર્સ ખાતે ભાવનગર જિલ્લાની યોજાયેલ સેરીમોનીયમ પરેડમાં પણ ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટના હથિયારધારી પ્લાટુન, પુરુષ અને બિન હથિયારધારી પ્લાટુન મહિલાએ ભાગ લીધો હતો. જ્યારે ભાવનગર જિલ્લાનાં તાલુકા મથક પર યોજાયેલ ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં દરેક તાલુકાના હોમગાર્ડઝ જવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ઉજવણી કરી હતી.

Previous articleરાણપુરમાં હિંન્દુ સમાજે આપેલા બંધના એલાનને લઈ રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યુ.
Next articleઆજે ભાવનગરમાં ૨૦૮ નવા કોરોનાના કેસ નોંધાયા, જયારે ૩ વ્યક્તિના મોત