ફાસ્ટ બોલર બોલ્ટ-કમિન્સ પર લાગશે સૌથી ઊંચી બોલી

77

નવી દિલ્હી, તા.૩૧
આઈપીએલ ૨૦૨૨નું મેગા ઓક્શન ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે. ઓક્શન પહેલાં તમામ ફ્રેન્ચાઇઝીએ પૂરી તૈયારી કરી લીધી છે. આ હરાજીમાં કેટલાક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે. આઈપીએલ ઓક્શનમાં ફાસ્ટ બોલરોની ડિમાન્ડ વધુ રહેશે અને આ કારણ છે કે નવી અને જૂની ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે બિડિંગ વોર જોવા મળી શકે છે. આવો એક નજર કરીએ તે બે ફાસ્ટ બોલર પર જેને ઓક્શનમાં મોટી રકમ મળી શકે છે. ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાછલા વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વનો સભ્ય હતો. તેણે ટીમને શાનદાર સફળતા અપાવી છે. બોલ્ટે આઈપીએલમાં અત્યાર સુધી ૬૨ મેચ રમી છે. આ દરમિયાન ૨૬.૦૯ની એવરેજ અને ૮.૩૯ ના ઇકોનોમી રેટ સાથે કુલ ૭૬ વિકેટ ઝડપી છે. આ શાનદાર રેકોર્ડને જોતા બોલ્ટને ખરીદવા માટે ટીમોએ મોટી રકમ ચુકવવી પડશે. પેટ કમિન્સને હાલમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો કેપ્ટ બનાવવામાં આવ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટનો નંબર-૧ બોલર પણ છે. કમિન્સે આઈસીસી ટી૨૦ વિશ્વકપમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ હતું. તે અત્યાર સુધી કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલો હતો. તે ફાસ્ટ બોલર ઉપરાંત લીડરશિપના રોલમાં પણ જોવા મળી શકે છે. પેટ કમિન્સને પણ આઈપીએલ હરાજીમાં કરોડો રૂપિયા મળી શકે છે.

Previous articleઅનુપમ ખેરે અલ્લુ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે