હીરા ઉદ્યોગને બજેટમાં કોઈ ફાયદો નહિ : ડાયમંડ એસોસિએશન પ્રમુખ

298

આયાત ડ્યુટી ઘટવાથી ભવિષ્યમાં ચાઈનાના મેન્યુફેક્ચરિંગ હબને ફાયદો થાય તેમ બની શકે
ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા (પટેલ)એ કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં જણાવ્યું કે, આપણો દેશ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ છે, અહીં બહારથી રફ હીરા લાવી તૈયાર કરવામાં આવે છે ત્યારે રફ હીરાની આયાત પર ડ્યુટી ઘટાડાથી હીરા ઉદ્યોગને ચોક્કસ ફાયદો થાત. દેશમાં તૈયાર હીરાની આયાત નહિવત હોય છે, આપણું કામ નિકાસનું છે. ત્યારે નિકાસ પર ડ્યુટી ઘટાડવાથી પણ હીરા ઉદ્યોગને ફાયદો મળી રહે. પરંતુ સરકારે તૈયાર હીરાની આયાત પર ડ્યુટી ઘટાડી ૫% કરી છે જેનો દેખીતો કોઈ ફાયદો હીરા ઉદ્યોગને નથી થવાનો. આયાત ડ્યુટી ઘટવાથી ભવિષ્યમાં ચાઈનાના મેન્યુફેક્ચરિંગ હબને ફાયદો થાય તેમ બની શકે છે.

Previous articleબજેટમાં અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગને ભાગે માત્ર નિરાશા
Next articleઆપણે જ જવાબદાર…