ડુંગળીમાં તેજી : ખેડુતોને સૌથી વધુ એક મણે રૂા.૫૭૫નો ભાવ મળ્યો

84

સમગ્ર જિલ્લામાં છેલ્લા એકાદ માસથી તમામ તાલુકાઓનાં માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક થઈ રહી છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડ દ્વારા ડુંગળી માટે નારી ચોકડી ખાતે માલ રાખવાની તથા હરરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને દરરોજ હજારો બોરી ડુંગળી વેચાવા આવી રહી છે જેમાં આજે પણ બપોર સુધીમાં ૩૦ હજાર જેટલી ડુંગળીની બોરીની હરરાજી થઈ જવા પામેલ છે. જેમાં સિઝનમાં આજે સૌથી વધુ રૂા.૫૭૫ એક મણનાં ભાવ લેખે ખેડુતોને મળ્યા હતા. ડુંગળીનાં વધુ ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Previous articleઅરુણાચલમાં શહીદ સૈનિક જવાનના પરિવારને મોરારીબાપુની સહાય અને શ્રદ્ધાંજલિ પાઠવાઈ
Next articleબોર્ડની પરીક્ષાના ઓફલાઇન ફોર્મ તા.૧૬મી સુધી લેટ ફી અને પેનલ્ટી સાથે ભરી શકશે