દિવંગત પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ

105

હિંદુ-મુસ્લિમ સમુદાય સાથે વેપારીઓ અને જાગૃત નાગરિકો પોલીસ જવાનોએ સજળ નેત્રે દિવંગત પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી આપી
ભાવનગર શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચાર પોલીસ જવાનો જેમાં હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ કાબાભાઈ બાલધીયા પો.કો શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલ(શક્તિસિંહ-ભીકડા) ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા ઈરફાનખાન સતારભાઈ અગવાન ચોરીની તપાસ-આરોપીની અટક માટે દિલ્હી હરીયાણા ગયાં હતાં જયાં આરોપી મુન્ના ની મુદ્દામાલ સાથે અટક કરી ભાવનગર પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ રાજસ્થાનના જયપુર પાસે મોડી રાત્રે આ જવાનોની એસયુવી કાર ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજા થતાં આરોપી સહિત ચારેય પોલીસ જવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.આ પોલીસ જવાનોના પાર્થિવ દેહને મંગળવારે રાત્રે બે સ્પેશ્યિલ પ્લેન મારફતે ભાવનગર લાવવામાં આવ્યા હતાં જયાં રાજ્ય ના પોલીસવડા આશિષ ભાટીયા રેન્જ આઈજી અશોકભાઈ યાદવ એસપી જયપાલસિંહ રાઠૌર ડીવાયએસપી સફીન હસન સહિત અન્ય ડીવાયએસપી ઓ પીઆઈ પીએસઆઇ એએસઆઈ કોન્સ્ટેબલો સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઢળતી સાંજે જ ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતાં જયાં રાત્રે વિમાનમાં પાર્થિવ દેહ આવી પહોંચતા કાયદાકીય કાર્યવાહી બાદ આ પાર્થિવ દેહને પુરી અદબ સાથે જિલ્લા પોલીસ પરેડગ્રાઉન્ડ ખાતે શ્રધ્ધાંજલી-અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યાં હતાં આ અંતિમ દર્શન માં પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે મેયર કિર્તિબેન દાણીધારીયા સહિતનાઓ તથા રાજકીય પક્ષો ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને પોલીસ જવાનોએ વડા આશિષ ભાટીયા ની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું ત્યારબાદ અધિકારીઓ એ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ક્રમશઃ દિવંગત પોલીસ જવાનોના પરીવારોને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં હતાં આ તકે વેપારીઓ એ સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ કરી પોલીસ પરેડગ્રાઉન્ડ ખાતે શ્રધ્ધાંજલી પાઠવી હતી અને લઘુમતી સમાજના અગ્રણીઓ એ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા એ મૃતક જવાનોના પરીવારોને રૂપિયા ચાર લાખના ચેક પણ અર્પણ કર્યા હતા અને સાંત્વના પાઠવી હતી અકસ્માત માં પ્રાણ ગુમાવનાર ભીખુભાઇ બુકેરા તથા ઈરફાન અગવાન ની લઘુમતી સમાજે સામાજિક રીત રીવાજ મુજબ રાત્રે જ દફનવિધિ કરી હતી જયારે શક્તિસિંહ અને મનસુખભાઈ ના અંતિમ સંસ્કાર સ્મશાન માં કરવામાં આવ્યા હતાં.

Previous articleઆધિ, વ્યાધિ અને ઉપાધિ મૂકે એ જ સાધુની સમાધિ – મોરારિબાપુ
Next articleભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા સંજીવની રથ બંધ કરાયા,MPW નો મોટાભાગનો સ્ટાફ છૂટો કરાયો