લોનની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી પછાત વર્ગના લોકોના નામે અનેક સ્કુટરો લઈ વેચી માર્યા

302

ગંગાજળિયા પોલીસે બે ગઠિયાઓ પાસેથી સુઝુકી, એકટીવા સહિત ૧૪ નવા સ્કૂટરો કબજે કર્યા
ભાવનગર શહેરમાં પછાત વિસ્તારમાં રહેતા અને આર્થિક રીતે જરુરિયાત મંદોને આકર્ષક અને તદ્દન ઓછા વ્યાજદરે લોનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી આ ડોક્યુમેન્ટ આધારે નવા સ્કૂટરો છોડાવી બારોબાર વેચી મારી છેતરપીંડી આચરતા બે શખ્સોને સી-ડીવીઝન પોલીસે મુદ્દામાલ સાથે અટકમાં લીધા છે. આ અંગે સી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના અલગ અલગ પછાત વિસ્તારમાં રહેતા અને નિરક્ષર શ્રમજીવી ઓ જેમાં આર્થિક રીતે જરૂરિયાત જણાતા વ્યક્તિ ઓનો શહેરના પ્રભુદાસ તળાવમાં રહેતો અજય બાબુ બારૈયા ઉ.વ.૩૭ તથા જીતુ રવજી યાદવ ઉ.વ.૪૩ રે.રાણીકા વાળા સંપર્ક કરી વાતોમાં ભોળવી બેંકમાંથી આકર્ષક અને ઓછા વ્યાજદરે લોન અપાવવાની લાલચ આપી જરૂરિયાતમંદો પાસેથી ડોક્યુમેન્ટ મેળવી આ ડોક્યુમેન્ટ આધારે નવા સ્કુટરોની ખરીદી કરી બારોબાર વેચી મારતાં હતાં અને ફાયનાન્સ કંપનીના માણસો ડોક્યુમેન્ટ ધારકો પાસે હપ્તાની ઉઘરાણી પહોંચતા હોય જે અંગે ફરિયાદ દાખલ થઈ હતી આ ફરિયાદ આધારે સી-ડીવીઝન પોલીસે અજય બાબુ બારૈયા તથા જીતુ રવજી યાદવની ૧૪ સ્કૂટરો સાથે ધડપકડ કરી હતી આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ જેમાં મુન્ના ઈબ્રાહિમ શેખ રે.કાજીવાડ તથા દિલીપ અશોક મારૂં રે.ભરતનગર વાળાની શોધખોળ હાથ ધરી છે.

Previous articleકાળીયાબિડ વિસ્તારમાં કોંગી સભ્યોના હસ્તાક્ષેપને પગલે વિલંબમાં પડેલ રોડ નિર્માણ કાર્ય શરૂ થયું
Next articleશહેરના આનંદનગરમાંથી ઝડપાયો ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો