યુક્રેનમાં MBBS કરી રહેલા ભાવનગરના 3 વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ ચિંતિત બન્યા

110

મોલમાં ખાવાનું અને ATMમાં નાણાં ખલાસ થઈ જતા વિદ્યાર્થીઓની ચિંતા વધી
ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં એક સાથે ત્રણ બાળકો યુકેન ભણવા ગયા છે, જયકૃષ્ણ દવે અને મિત બોડા જે યુક્રેનના ઇવાનો શહેરમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયો છે તથા રાજ આરદેશણા ટ્રનોફિલ શહેરમાં કોમ્પ્યુટર એન્જીનીયર માટે અભ્યાસ માટે ગયો છે, એમબીબીએસના અભ્યાસ પૂર્ણ થવાના આરે છે ત્યારે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા આ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે અને તેના માતા-પિતાએ પણ પોતાનો પુત્ર વતનમાં આવે તેવી સરકાર કોઈ મદદ કરે તેવી ચિંતા વ્યક્ત કરી છે.

યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલો અને હાલની સ્થિતિમાં માં ફસાયેલા ભાવનગર શહેરના સરિતા સોસાયટીના ત્રણ બાળકો છે. વિદ્યાર્થીઓના માતા-પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અમારો પુત્ર ખૂબ ચિંતિત છે. વીડિયોકોલથી વાતચીત થાય છે પરંતુ તેની પાસે ખાવાનું પણ રહ્યું નથી સરકાર દ્વારા અમારા પુત્ર અને વતનમાં લવાય તેવી અમારી માંગણી છે સરકારે જાહેર કરાયેલી હેલ્પલાઈનમાં પણ અમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જયકૃષ્ણના પિતા ગૌરાંગભાઈ પ્રતાપરાય દવે તથા માતા સંગીતાબેન ગૌરાંગભાઈ દવેએ બંને દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં પોતાના દીકરા સાથે વીડિયો કોલ કરી ત્યાંની પરિસ્થિતિ જણાવી, અને કહ્યું કે મારા દીકરા ઈવાનો શહેરમાં એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ અર્થે ગયો છે, પ્લેન મારફત અત્યારે બંધ છે પણ પ્લેનની ટિકિટના ભાવ જે 25 હજાર ટિકિટ હતી જે 75 હજાર થી 80 હજાર જેટલી ભાવ પહોંચી ગયો છે છતાં પણ ટિકિટ નથી મળતી, આથી ભારત સરકાર, ગુજરાત સરકાર વહેલી તકે વતન પરત લાવે તેવી માંગ કરી છે. મિતના પિતા હિતેશભાઈ ઘીરજભાઈ બોડા તથા માતા જાગૃતિબેન હિતેશભાઈ બોડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે મારા દીકરો મિતે ટ્રનોફિલ શહેરમાં ચોથા વર્ષમાં એમબીબીએસ માં અભ્યાસ અર્થે ગયો છે, જ્યાં મોલમાં ખાવા પીવાનું ખૂટી ગયું છે, અને ટ્રેનોફિલ શહેર ના એરપોર્ટ બ્લાસ્ટ થયો છે, તો ગમે એર મારફતે અત્યારે રસ્તાઓ બંધ છે તો સરકાર દ્વારા અમારા બાળકોને વહેલી તકે સરકાર વતન માં લાવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે. રાજ ના પિતા અતુલભાઈ છગનભાઈ આરદેશણા તથા માતા ચેતનાબેન અતુલભાઈ એ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા દીકરાએ ટ્રનોફિલ શહેરમાં કોમ્યુટર એન્જીનીયર બીજા વર્ષમાં અભ્યાસ અર્થે ગયો છે, આજુબાજુ ગમે ત્યારે બ્લાસ્ટ થતા રહે છે જેને લઈ માતા-પિતા ખુબજ ચિંતીત છે, બધા માતા-પિતા ને સરકાર પાસે અપેક્ષા છે કે વહેલી તકે અમારા બાળકો ને વતન લાવવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે,

Previous articleબજારમાં રોકાણકારોના ૧૦ લાખ કરોડથી વધુનું ધોવાણ
Next articleઘોઘાના ખજૂરીયા ચોક ખાતે હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ મુબારક શનિવારે ઉજવાશે