૨૮ ફેબ્રુઆરી ”રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” :શા માટે- ભારતીય વૈજ્ઞાનિક ડો. સી. વી. રામનની યાદમાં ઉજવાય છે ?

59

રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં ર૮ ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.”નેશનલ સાયન્સ ડે ૨૦૨૧ની થીમ {Quotes, Essay, Images, Status, Speech, Fact, History and Significance એટલેઅવતરણ, નિબંધ, છબીઓ, સ્થિતિ, ભાષણ, હકીકત, ઇતિહાસ અને મહત્વછે.
૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી ‘રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્?કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકારશ્રી દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.
આ શોધની સરખામણી રેડિયોએકટીવ કિરણોની શોધ જેટલી જ અગત્યની છે. ઇ.સ. ૧૯૩૦માં સ્?વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઇન્સ્ટિટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. ૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્?કાર આપવામાં આવ્?યો. સમસ્ત એશિયામાં આ પુરસ્?કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો. સી.વી. રામનને ફાળે જાય છે.
લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ ફેલાવવા તેમજ મહત્તમ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને દ્રષ્ટીકોણ કેળવાય, ભારતમાં માનવ કલ્યાણ માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી તમામ પ્રવૃત્તિઓ, પ્રયાસો અને સિદ્ધિઓ આ દિવસે પ્રદર્શિત કરવામાં આવે છે. વિજ્ઞાનના વિકાસ માટે નવી ટેકનોલોજીનો અમલ કરવો, દેશમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નાગરિકોને મહત્તમ તક મળે, લોકોને મહદ અંશે વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે “નેશનલ સાયન્સ ડે” ઉજવવામાં આવે છે.
ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે. જે-તે સમયે દેશમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા દુર કરવામાં વિજ્ઞાને મહત્વનો ફાળો આપ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્‌સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.
ઃ આ.સી પ્રો ડૉ.સચિન જે. પીઠડીયા, class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
૭૦૪૮૬૮૬૩૧૫

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીને ઉજવો પર્વ : મોદી