શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ

289

મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે.શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.આ વખતે મહાશિવરાત્રિનું પાવન પર્વ ૧૧ માર્ચનાં રોજ ઉજવવામાં આવશે. આ પાવન પર્વ પર શિવ સાથે પાર્વતી માતાની પૂજા પણ કરવામાં આવે છે. શિવરાત્રિનાં દિવસે રાતે પૂજા કરવી સૌથી ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ સામગ્રી સાથે કરવામાં આવે છે. પૂજા જેવા પુષ્પ, બિલિ પતર્‌, ધતુરા, બાંગ, જવ, બોર, કેરીના મોર, કાચુ દૂધ, મંદારનાં ફુલ, શેરડીનો રસ, દહી, ઘી, મધ, ગંગા જળ, ચોખ્ખુ પાણી, કપૂર, દૂપ, દિવડો,રૂ, ચંદન, પાંચ પ્રકારનાં ફળ, પાંચ મેવા, પાંચ રસ, ગંધ રોલી, અત્તર, મૌલીની જનોઈ સાતે જ શિવ અને પાર્વતિ માતાનાં શ્રૃંગારની વસ્તુઓ વસ્ત્રો, રત્ન, પાંચ પ્રકારનાં મિષ્ઠાન, દક્ષિણા , પૂજાનાં વાસણ અને બેસવા માટેનું આસન.
મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે
મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્?યાણભાવ જોવાય છે.શિવભકતોમાં અદકેરૂ મહાત્?મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્?ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્?ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્?ધ થતા તે યુધ્?ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલીંગ તરીકે ત્?યાં સ્?થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્?ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્?યા. પરંતુ લીંગનો તાગ મળ્?યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્?યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્?યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્?તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્?ય બોલેલા તે મુખ કાપી નાંખ્?યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્?ણુએ શિવજીનું પુજન કર્યુ.
આસી. પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S -Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

Previous articleશ્રેયસ અય્યરે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે