ભાવનગરના ગરીબ બાળકોની કરાઇ આરોગ્ય તપાસણી

73

સમાજનો એક એવો વર્ગ છે જે બીજાના સુખે- સુખી અને બીજાના દુઃખે- દુઃખી થતો હોય છે. તેમને મન સેવા એ જ પ્રભુસેવા છે બીજાની પીડાને પોતાની પીડા સમજીને કાર્ય કરતી ભાવનગરના આવી જ બે સંસ્થાઓ છે. નિજાનંદ પરિવાર અનેકર્મશક્તિ ફાઉન્ડેશન.જે પોતે ઘસાઈને સમાજને ઉજળો કરવાનું અને અગરબત્તી જેવું કાર્ય કરીને સમાજને પોતાની સેવાથી સુગંધિત કરી રહી છે.
આવાં જ એક સેવાના ઉપક્રમે નિજાનંદ પરિવાર, ભાવનગર અને કર્મશક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના ગરીબ બાળકોની આરોગ્ય તપાસણી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.ગધેડીયા ખાતે આવેલા મેદાન પર રહેતા ઘરવિહોણા અને જરૂરિયાતમંદ બાળકોની માનવીય અભિગમ સાથે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી આ બાળકોની શારીરિક આરોગ્ય તપાસ સાથે કૃમિની દવા, શક્તિની દવા તેમજ પ્રાથમિક સારવારની જરૂરિયાત માટે આ અદભૂત કાર્ય કરતી સંસ્થાને હુંફ આપવા માટે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જાતિ-જ્ઞાતિ, ગરીબ-તવંગર વગેરેના ભેદભાવ વગર સમાજના તમામ ક્ષેત્રોના લોકોને આવરી લેતી આ સંસ્થા કોઈપણ ખેવના વગર લોક સેવા કરતી રહી છે.ભાવનગર મહાપાલિકાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગની ટીમના ડૉ. શક્તિસિંહ ગોહિલ, ડો. પ્રતિકભાઇ ગાબાણી, તેજલબેન ગામીત, હેતસ્વીબેન ધાંધલા દ્વારા બાળકોના વજન, ઊંચાઈ માપવા સાથે દવા, સારવાર, ડ્રેસિંગની કામગીરી જ ભાવપૂર્વક કરવામાં આવી હતી. કર્મશક્તિ ફાઉન્ડેશનના પ્રિયા જાડેજા દ્વારા બાળકોને નાસ્તો, નોટબુક, કલર કીટ આપીને વિશેષ રીતે પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે નિજાનંદ પરિવારના ડૉ. ધવલભાઇ દવે, અનિલભાઈ પંડિતે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleઇ.પી.એસ.-૯૫ પેન્શનર મંડળ દ્વારા પેન્શન વધારવા આવેદનપત્ર અપાયું