ભાવનગરમાં ‘હાલો માનવીયુંને મેળે’ શિષર્ક અંતર્ગત લોકગીતનો કાર્યક્રમ યોજાયો

71

ત્રણ વિભાગમાં 150થી વધુ ગાયકોએ ભાગ લીધો
ભાવનગર શહેરના વિદ્યાનગર પાસે આવેલી અંધ ઉધોગ શાળા ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને કંકાવટી ગ્રુપ ભાવનગર દ્વારા ‘હાલો માનવીયુંને મેળે’ શિષર્ક અંતર્ગત લોકગીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘હાલો માનવીયુને મેળે’ લોકગીતની સ્પર્ધાનુ આયોજન અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને કંકાવટી ગૃપ દ્વારા આજરોજ શનિવારના રોજ અંઘ ઉધોગ શાળા, વિધાનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 12થી 80 વર્ષમાં ત્રણ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેહલા વિભાગમાં 12થી 25, બીજા વિભાગમાં 26થી 40 તથા ત્રીજા વિભાગમાં 40થી ઉપર એમ ત્રણ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. બે સેશનના આયોજનમાં બરવાળા, ઢસા, શિહોર, ટાણા, મહુવા, તળાજા અને ભાવનગર શહેરના સહિત 150 જેટલા લોકગાયકોએ ભાગ લીધો હતો, ત્રણેય વિભાગમાંથી વિજેતાઓ થશે તેઓનો વિનર્સ શો 27 માર્ચના રોજ અંધ ઉધોગ શાળાના પટાંગણમાં યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લાભુભાઈ સોનાણી, રાજશ્રીબેન પરમાર, મુમતાજબેન શમા અને અમૂલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરમાં લોક અદાલત યોજાઈ, છેલ્લા 20 વર્ષથી અદાલતમાં ચાલતા ત્રણ કેસનો સુખદ ઉકેલ આવ્યો
Next articleભાવનગરમાં છેલ્લા એક વર્ષમાં 14 હજાર કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું, 3 હજાર જેટલા જીએસટી નંબર રદ કરાયા