વાતાવરણમાં પલટો ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા કાળઝાળ ગરમીમાં રાહત અનુભવાઈ

448

એપ્રિલ અને મેં મહિનામાં લોકોએ કરવો પડશે આકરી ગરમીનો સામનો
ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જે આજે સવારેથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી. ગરમીનો પારો પણ નીચો ઉતર્યો હતો, જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળ ના ઉપસાગર માંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ચાલુ વર્ષે ઉનાળાના માર્ચમાં ગરમીનો પારો 40 ડીગ્રી આસપાસ પહોંચી ગયો હતો, ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે, વાદળછાયા વાતાવરણથી ગરમીમાં થોડી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગર માંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેને કારણે વાતાવરણમાં હિટવેવની અસર ઘટતા તાપમાનમાં એક થી ચાર ડીગ્રીનો ઘડાડો નોંધાયો હતો, જેને કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. જો કે, હજી ગરમીના દિવસો બાકી છે એટલે આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. ચાલુ વર્ષમાં માર્ચના મધ્યમા 40 ડીગ્રી આસપાસ પહોચ્યું હતું અને આગામી ચાર થી પાંચ દિવસ સુધી હિટવેવ ની આગાહી નથી. જેના કારણે લોકોને ગરમીમાં રાહત થશે, આગામી એપ્રિલ અને મે મહિના 43 થી 44 ડીગ્રી પહોચવાની શક્યતા છે.

Previous articleબોટાદ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ૩૭૬૪૯ ગ્રાહકો પાસેથી વીજ બીલની લેણી રકમના રૂપિયા ૭૭૦.૯૯ લાખની વસૂલાત કરવામાં આવી
Next articleપોતાની જાતને ભૂલશો તો જ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે ભલું થઈ શકે – આત્માનંદ સરસ્વતીજી