ત્રણ લાખ સુધીના પાક ધિરાણમાં નિયમ વિરુદ્ધ વ્યાજ વસુલાયુ -‘આપ’નો આક્રોશ

68

લોન જીરો ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસેથી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ૭ ટકા લેખે વ્યાજ વસુલાયું.?!
ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન ૩ લાખ સુધી જીરો ટકા વ્યાજે આપવાનો સરકારે પરિપત્ર કરેલ છે . તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકોમાં ખેડૂતો પાસેથી ગયા વર્ષે ૭ % લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું હોવાનું જણાવી આમ આદમી પાર્ટીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે આજે કલેકટરને આવેદન પાઠવાયું હતું. આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, ખેડૂતોને હજુ સુધી રિફંડ મળ્યું નથી, અમુક બેંકમાં તો ૨ વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને ના આપી શકીએ. બેંકો અને સરકારના મિસ મેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોના ૧૫૦૦ કરોડથી વધારેની રકમ બેંકોમાં ફસાયેલી છે. જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારાઈ હતી. ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા અને ભાવનગર શહેર સંગઠન, જિલ્લા સંગઠન, ભાવનગર જિલ્લા કિશન મોરચો, મહિલા મોરચો, OBC મોરચા પ્રમુખ અને શહેર અને જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Previous articleદાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
Next articleશહેરના હલુરીયા ચોકમાં બે યુવાનો પર છરી વડે હુમલો