૧૫ એપ્રિલથી ભાવનગરથી કાયમી ઉડાન ભરશે મુંબઈની વિમાની સેવા

85

સાંસદ ડો.ભારતીબેન શિયાળે સંસદમાં ઉઠાવેલો અવાજ અને કેન્દ્રીય મંત્રી માંડવીયાના પ્રયાસો રંગ લાવ્યા : ચેમ્બરની જાગૃતિ પરિણામલક્ષી રહી
ભાવનગરથી વિમાની સેવા આગામી તા.૨૭ માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે એરપોર્ટને તાળાં મારવાની સ્થિતિ વચ્ચે ભાવનગરને કાયમી ફ્લાઈટ મળશે તેવી ખાતરી આજે સાંસદ ડો.ભારતીબેન શિયાળે આપી છે. તેમણે સૌરાષ્ટ્‌ આસપાસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૧૫ એપ્રિલ પછી વિમાની સેવા વધારા સાથે પુનઃ પ્રારંભ થશે. સાંસદ ડો.ભારતીબહેન શિયાળે ઉમેર્યુ હતુ કે સ્પાઇસ જેટની વિમાની સેવા ભાવનગર-મુંબઇ વચ્ચે હાલ સપ્તાહમાં ૩ દિવસ માટે છે તેના બદલે હવે દરરોજ, નિયમિત રીતે શરૂ થશે. હાલમાં વિમાનનું રિપેરિંગ કામ હોવાથી આ સેવા બંધ રહેશે. પરંતુ ૧૫ એપ્રિલ બાડ દૈનિક ધોરણે મુંબઈની વિમાની સેવાનો પુનઃ પ્રારંભ થશે. જયારે સૂરત અને દિલ્હીની ફ્લાઈટ પણ ભવિષ્યમાં મળશે તેમ સાંસદે જણાવ્યું હતું.

Previous article૧૧૦૦ બોટલ રક્તદાનના સંકલ્પ સાથે સિહોરમાં ઉજવાયો સાંસદનો જન્મદિવસ
Next articleજિલ્લા કક્ષાની ફુટબોલ સ્પર્ધામા પ્રથમ નઁબર મેળવતી મોટી પાણીયાળી કે.વ શાળાની બહેનો