સર વિલિયમ વેડરબર્ન (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

54

સર વિલિયમ વેડરબર્નનો જન્મ ૨૫ માર્ચ ૧૮૩૮ના રોજ એડિનબર્ગ, સ્કોટલેન્ડના સ્ટોકટિશ સીમાના મહાન વેડરબર્ન પરિવારનો હતો. સર વિલિયમ વેડરબર્નનો નું શિક્ષણ હોફવિલે વર્કશોપ પછી લોરેટો સ્કૂલ અને અંતે એડિનબર્ગ યુનિવર્સિટીમાં થયું હતું. તેઓ તેમના પિતા અને મોટા ભાઈની જેમ ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. તેમના મોટા ભાઈ જ્હોન ૧૮૫૭ના બળવામાં માર્યા ગયા વિલિયમ વેડરબર્નએ ઇ.સ ૧૮૫૯માં ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા ત્રીજા ક્રમે પાસ કરી ૧૮૬૦માં સેવામાં જોડાયા હતા ૧૮૭૮ના રોજ હેનરી વિલિયમ હોસ્કિન્સની પુત્રી મેરી બ્લેન્ચે હોસ્કિન્સ સાથે લગ્ન કર્યા ૧૮૬૦ માં વિલિયમ વેડરબર્ન ભારત આવ્યા અને ધારવાડમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ ૧૮૭૪ માં, તેઓ સિંધના ન્યાયિક કમિશનર અને પછી સધાર કોર્ટના ન્યાયાધીશ બન્યા. બોમ્બે સરકાર, ન્યાયિક અને રાજકીય વિભાગોમાં સચિવ તરીકે સેવા આપી; અને ૧૮૮૫ થી હાઇકોર્ટ, બોમ્બેના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી ૧૮૮૨માં તેઓ પૂનાના જિલ્લા નાઅને પછી સેશન્સ જજ બન્યા.. તેઓ ૧૮૮૭માં બોમ્બે સરકારના કાર્યકારી મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા. તેમના નોકરી દરમિયાન ખેડૂતોને નાણાંધીરનાર શાહુકારોથી ઊભી થતી મુશ્કેલીઓની નોંધ લીધી અને સૂચન કર્યું કે ખેડૂતોને શાહુકારો વ્યાજના ત્રાસ માથી મુક્ત કરવા સમાન્ય વ્યાજ દરે લોન આપવા માટે સહકારી કૃષિ બેંકોની સ્થાપના કરવામાં આવે. આ વિચારને ભારતમાં સમર્થન મળ્યું હતું પરંતુ ભારત કાર્યાલય દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું. વેડરબર્ને ભારતીય સ્થાનિક સ્વરાજ્ય વિકસાવવા માટે લોર્ડ રિપન દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓને સમર્થન આપ્યું હતું. તેઓને ભારતીયોઓ માં સમર્થક હતા.તેઓ નિવૃતથતાં . એ ઓ.હ્યુમની સાથે મળી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાની પ્રવુતી જોડાયા વિલિયમ વેડરબર્ન વર્ષ ૧૮૮૯ અને ૧૯૧૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવા આપી હતી વિલિયમ વેડરબર્ન ને બોમ્બેમાં પ્રભાવશાળી કોંગ્રેસી નેતાઓ સાથે કામ કર્યું કોંગ્રેસના જી.કે. ગોખલે સાથે ઘનિષ્ઠ સંબંધો હતા તેઓ ભારતીય રોયલ કમિશનના સભ્ય હતા ૧૮૯૫માં ભારતીય સંસદીય સમિતિના અધ્યક્ષ હતા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બ્રિટિશ સમિતિના પ્રમુખ બન્યા હતા તેમનું અવસાન ૨૫ જાન્યુઆરી ૧૯૧૮ના રોજ થયું
– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleચેન્નાઈનું નેતૃત્વ રવિન્દ્ર જાડેજાને સોંપતો મહેન્દ્રસિંહ ધોની
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે