મહુવા યાર્ડમાં આજથી અને ભાવનગરમાં ૩૦મીથી ચાર દિવસ કામકાજ બંધ રહેશે

36

માર્ચ એન્ડિંગમાં હિસાબો મેળવવા બંને યાર્ડમાં તમામ જણસીની હરરાજી બંધ રાખવા નિર્ણય
માર્ચ એન્ડિંગમાં હિસાબો મેળવવા મહુવા અને ભાવનગર યાર્ડમાં અલગ અલગ દિવસે સળંગ ચાર દિવસ હરરાજી બંધ રાખવા નિર્ણય જાહેર કરાયો છે. જેમાં મહુવા યાર્ડમાં આજે તા. ૨૮ને સોમવારથી તા.૩૧ને ગુરૂવાર સુધી હરરાજીનું કામ બંધ રહેશે. મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ , ભાવનગર – ઘોઘામાં તા. ૩૦ને બુધવાર થી તા ૩ને રવિવાર સુધી માર્ચ એન્ડીંગ નિમિતે જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. આથી અનાજ – કઠોળ, તેલીબીયા , કપાસ તથા ડુંગળીની (શાકભાજી – લીંબુ સિવાયની) જાહેર હરરાજીનું કામકાજ બંધ રહેશે . ચાલુ રૂટીન માલની નવી આવક તા .૨૮ ને સોમવાર ફકત રાત્રી દરમ્યાન જ ઉતારવા દેવામાં આવશે . તા .૨૯ ને મંગળવારે સવારે ૮.૦૦ કલાકથી બંધ રહેશે. ત્યારબાદ નવી આવક રવિવારના બપોરના ૪.૦૦ કલાકથી ઉતારવા દેવામાં આવશે . અને તા.૪ને ને સોમવારથી રાબેતા મુજબ હ૨૨ાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. જેની લાગતા વળગતા તમામ ખેડુતોભાઈઓ , વેપારીઓએ તેમજ વાહન માલીકોએ નોંધ લેવા માર્કેટયાર્ડની તેમજ વેપારી એસોશીએશનની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

Previous articleભાવનગર શહેરના વડવા વિસ્તારમાં વિધર્મીને મિલ્કત વેચતા વિવાદ
Next articleમહુવા બૃહદગિરની ગેબરવીડીમાં ૧૦ વર્ષથી સામ્રાજ્ય ધરાવતા સાવજનું ઈન-ફાઈટમા મોત