ભાવનગરના ભાલ પંથકના માઢીયા ગામની સરકારી જમીન દબાણ મુક્ત કરી હસ્તગત કરવાની માગ

77

માથાભારે તત્વોએ જમીન હડપ કરવાનો કારસો રચતા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી
ભાવનગર જિલ્લાના ભાલપંથકમા માઢીયા ગામે હાઈવે રોડને અડીને આવેલી કિંમતી સરકારી જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદે કબ્જો વાળી જમીન હડપ કરવાનો કારસો રચતા માઢીયા ગ્રામજનોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન તત્કાળ દબાણ મુક્ત કરી સરકાર કબ્જો વાળે એવી માંગ કરી છે. ભાવનગર જિલ્લાના ભાલપંથકમા અમદાવાદ શોર્ટરૂટ પર માઢીયા-જૂના-નવાં ગામે સરકાર માલિકીની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદે કબ્જો વાળી બાંધકામ શરૂ કર્યું છે. આ જમીન નેશનલ હાઈવે ટચ હોય આથી આ જમીન સોનાની લગડી સમાન ગણાય છે અને સરકાર દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા આ કિંમતી જમીનનો માથાભારે તત્વોએ કબ્જો વળી લીધો હોય માઢીયા ગામ પછાત વર્ગના લોકોનું ગામ હોય આથી આ દબાણ મુદ્દે જો કોઈ ગ્રામજન અવાજ ઉઠાવે તો માથાભારે તત્વો ધાકધમકી ના જોરે લોકોને દબાવી દે છે. આવા દબાણો સંદર્ભે વર્ષ 2018 ની સાલમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર એ દુર્લક્ષ સેવ્યું છે આથી આ કિંમતી જમીન તંત્ર દબાણ મુક્ત કરી ભૂમાફીયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોકમાંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે.

Previous articleગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં કારકિર્દી ઘડતરનું માર્ગદર્શન અપાયું
Next articleસાળંગપુર ખાતે કષ્ટભંજનદેવને દાળિયાના વાઘા ધરાવાયા, પ્રત્યેક દાણામાં “દાદા” લખી શણગાર કરાયો