લીલવણ ગામનાં પાટીયા પાસે ટેન્કર અડફેટે બાઇક સવાર બે યુવાનના મોત

74

ફાયનાન્સ કંપનીમાં રીકવરીનું કામ કરતાં આશાસ્પદ યુવાનોના અકાળે મોતને પગલે ક્ષત્રિય અને રબારી સમાજમાં શોક
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લીલવણ ગામનાં પાટીયા પાસે બપોરના સુમારે એક ટેન્કર ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ બંને યુવાનોને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં સારવાર દરમ્યાન બંને યુવાનોએ દમ તોડ્યો હતો. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર-ગિરસોમનાથ નેશનલ હાઈવે-૮/ઈ પર અનેક સ્થળો જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલા છે જેમાં તળાજા નજીક હાજીપર નું પાટીયું તથા બોરડાથી રોંહિસા ચોકડી સુધીનો વિસ્તાર પ્રાણઘાતક અકસ્માતો માટે પંકાયેલો છે આવોજ એક ગમખ્વાર અકસ્માત તળાજા તાલુકાના લોંગડી-લીલવણ ગામ વચ્ચે લીલવણ ગામનાં પાટીયા પાસે સર્જાયો હતો જેમાં બે આશાસ્પદ યુવાનોનાં સારવાર દરમ્યાન મોત નીપજ્યાં છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર શહેરમાં આવેલ એક ફાઈનાન્સ કંપનીમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરતા શહેરના કાળીયાબિડ વિસ્તારમાં રહેતા શક્તિ ળસિંહ દિનકરસિંહ વાળા ઉ.વ.૨૬ તથા જીજ્ઞેશ ગોવિંદભાઇ આલ-રબારી ઉ.વ.૨૫ રે.રાજીવનગર-સિહોર સવારે કંપનીનાં નાણાં રીકવરી કામે મહુવા ગયાં હતાં જયાથી કામ પતાવી બંને યુવાનો બાઈક લઈ ભાવનગર પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ મહુવા-તળાજા હાઈવે પર લીલવણ ગામનાં પાટીયા પાસે એક ટેન્કર ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી આથી ૧૦૮ દ્વારા તત્કાળ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં સારવાર દરમ્યાન બંને એ અંતિમ શ્વાસ લીધો હતો આ અંગે દાઠા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Previous articleમોંઘવારી પ્રશ્ને સિહોર કોંગ્રેસ આકરા પાણીએ, સરકાર વિરૂધ્ધ કર્યા દેખાવો
Next articleફેશન ડિઝાઈનર દ્વારા ગાર્મેન્ટ્‌સ તથા નમુનાઓનું પ્રદર્શન