ઉનાળાના અમૃત સમાન તડબુચ, દ્રાક્ષ અને સકકરટેટીની ધૂમ આવક

48

ઉનાળાની ઋતુ જામી રહી છે ત્યારે શહેરની બજારોમાં : સફેદ પટ્ટાવાળા તરબુચ બેંગ્લોરથી અને કાળા તરબુચ ઉત્તર ગુજરાતમાંથી મંગાવવામાં આવે છે
ગોહિલવાડમાં ઉનાળાની ઋુતુનું હજી તો દબાતા પગલે આગમન થઈ રહ્યુ છે ત્યાં તો ભાવનગર શહેરની શાકમાર્કેટ તેમજ મુખ્ય બજારોમાં ઉનાળાના અમૃતફળ ગણાતા મીઠા મધુરા દેશી અને વિલાયતી તરબુચ, સકકરટેટી,માધુરી તેમજ ખાટી મીઠી દ્રાક્ષનું ટ્રકો ભરીને ઢગલામોઢે આગમન થઈ રહ્યુ છે. એટલુ જ નહિ લોકો દ્વારા તેની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. હાલ બપોરના અરસામાં ગરમી પડી રહી છે. તાપમાનનો પારો હજુ તો બરાબર ઉંચકાયો પણ નથી ત્યાં તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં તરબુચના સ્ટોલ ખડકાઈ ગયા છે. એટલુ જ નહિ તેનું છુટક અને જથ્થાબંધ વેચાણ પણ શરૂ થઈ ગયેલ છે. તરબુચમાં ભરપુર માત્રામાં પાણી હોય છે અને તેના સેવનથી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો તરબુચનો સહારો લેતા થયા છે. હાલ બજારમાં કાળા અને સફેદ પટ્ટાવાળા એમ બે પ્રકારના તરબુચ જોવા મળી રહ્યા છે.સફેદ પટ્ટાવાળા તરબુચ બેંગ્લોરથી મંગાવાય છે.તે હાલ ૩૦ થી ૪૦ આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જયારે કાળા તરબુચ ગોધરા, નવસારી, ધરમપુર, દ્વારકા અને ખેડાથી મંગાવાય છે. ઉપરોકત સ્થળોએ તરબુચનો પાક વિપુલ માત્રામાં થાય છે. એક ટ્રકમાં અંદાજે ૧૦ થી ૧૨ ટન તરબુચ સમાય છે. શહેરમાં પ્રતિદિન ૫ થી ૭ ટ્રક ભરીને કાળા અને સફેદ પટ્ટાવાળા એમ બંને પ્રકારના તરબુચ વેચાઈ રહ્યા છે. હજુ તો ઉનાળાની ઋુતુનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તરબુચ,સકકરટેટી,માધુરી તેમજ દ્રાક્ષના ભાવ પ્રમાણમાં ઉંચા છે હવે જેમ જેમ ઉનાળો જામતો જશે તેમ તેમ તેના ભાવ નીચા આવશે. શહેરમાં રોજ એક ટ્રક ભરીને લીલા તરબુચ નાગપુર, રાયપુર અને મૈસુરથી તેમજ સફેદ પટ્ટાવાળા તરબુચ બેંગ્લોરથી આવે છે. એક ટ્રકમાં ૪૦ ટન ભરીને તરબુચ હોય છે ગરમીની સીઝન જામતા આવા બે ટ્રક ભરીને તરબુચ ભાવનગરમાં આવે છે.

Previous articleદેશના વિવિધ ભાગના લોકગાયકો દ્વારા સણોસરા, માંડવડા, બેલા, માંડવાળી, ટીમાણા તથા માઈધારમાં ગાન થશે
Next articleભાવનગર જિલ્લામાં ’હેન્ડ વોશિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી