GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

76

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬૪. અર્ધનર તથા અર્ધ-સિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે ?
– નરસિંહ અવતાર
૧૬પ. આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયાં પ્રાણીનું ચિહ્ન છે ?
– સિંહ
૧૬૬. ભારતીય રિઝર્વ બેનકના ચિહ્નોમાં કયા પ્રાણીનું ચિહ્ન છે ?
– સિંહ
૧૬૭. કયા દેશના રાષ્ટ્ર ધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે ?
– શ્રીલંકા
૧૬૮. હિંસક પ્રાણીદર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે ?
– કેનિયર સફારી
૧૬૯. વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે ?
– પેન્થર, કબ, કાવસાકી
૧૭૦. એશિયાટીક લાયનનું છેલ્લું નિવાસસ્થાન કયું ગણાય છે ?
– ગીરનું જંગલ
૧૭૧. ગુજરાતમાં વાઘ નામશેષ થયાં બાદ કઈ પ્રજાતિની વસ્તી ખુબ જ ઓછી થઈ રહી છે ?
– હણોતરો અને રણબિલાડી
૧૭ર. શિવસેનાના પ્રતિકમાં કયાં પ્રાણીનું ચિહ્ન છે ?
– વાઘ
૧૭૩. પ્રાણી જગતમાં સહુથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે ?
-હાથી
૧૭૪. સિંહ અને વાઘણના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે ?
– ‘લાઈગર’
૧૭પ. સિંહણ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે ?
– ટાઈલોન
૧૭૬. બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિધ્ધ છે ?
– વાઘ
૧૭૭. ભારત દેશ નામ પડયું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતાં હતા ?
– સિંહ સાથે
૧૭૮. બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે, જેની પુંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છો આવેલ છે ?
– સિંહ
૧૭૯. કયું પ્રાણી ૧પ ફુટ ઉંચો કુદકો મારી શકે છે, તેમજ પાછળની દિશામાં પણ કુંદકો મારી શકે છે ?
– વરૂ
૧૮૦. જંગલી કતુરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે ?
– ૬૦ થી ૬ર દિવસ
૧૮૧. જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે ?
– એશિયાઈ કાળું રીંછ
૧૮ર. ભારતનું સૌથી નાનું રીંછ કયું છે ?
– સન બીયર
૧૮૩. ભારતમાં સૌથી વધુ ઉંચાઈએ કયું રીંછ રહે છે ?
– હિમાલયન ‘બ્રાઉન બિયર’
૧૮૪. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે ?
– સ્પેકટેકલ્ડ બિયર
૧૮પ. સ્લગ અને ગોકળગાય કઈ રીતે શ્વાસ લે છે ?
– શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલી શ્વાસ લે છે
૧૮૬. ચિત્તાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી ?
– ૧૦પ કિ.મી.
૧૮૭. સિંહ વઘુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે ?
– ૮૦ કી.મી.
૧૮૮. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે ?
– ૧૮ વર્ષ
૧૮૯. સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝુમાં રાખવામાં આવેલ હતો ?
– કલકત્તા
૧૯૦. ચાર માંસાશાહી વન્યપ્રાણીઓના નામ લખો
– વાઘ, વણીયર, નોળિયો, વરૂ
૧૯૧. ચાર તૃણાહારી વન્યપ્રાણીઓના નામ લખો
– વાનર, સસલું, સાબર, કાળીયાર
૧૯ર. પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું ?
– માનવ

Previous articleસરધારમાં ઘરસભાને બે વર્ષ પૂર્ણ કરાતા ખાસ ઉજવણી કરાઇ
Next articleરાષ્ટ્રપતિ કોવિંદે દ્વારકા મંદિરમાં પૂજા કરી