ભાવનગરમાં જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે મહાવીર સંદેશ બાઈક યાત્રા યોજી

63

મોટા દેરાસરથી 700 જેટલા યુવાનો સાથે નીકળેલી બાઈક રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી
ભાવનગરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના આગલા દવિસે ભવ્ય મહાવીર સંદેશ બાઈક યાત્રા યોજાઈ હતી. જૈન ધર્મના પાયામાં અહિંસા સમાયેલી છે. અહિંસાના ઉદ્દેશ વિશ્વ શાંતિ અને સુખ અનુભૂતિ કાયમ રહે તે માટે ભગવાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા જન્મ કલ્યાણના આગલા દિવસે તા.13 ને બુધવારના રોજ વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું.

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ દ્વારા જન્મ કલ્યાણક નિમિત્તે આગલા દિવસે 13ને બુધવારના રોજ ઘોઘાગેઈટ મોટી આયંબિલ શાળા એ નવકારના જાપ કરી 700 જેટલા યુવાનો મોટા દેરાસરથી ભવ્ય બાઈક રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. જેમાં ઘોઘાગેઇટ, ક્રેસન્ટ, કૃષ્ણનગર, સુભાષનગર, રૂપાણી, તૃપ્તિ દેરાસર, વિદ્યાનગર, શાસ્ત્રીનગર થઈ કાળાનાળા દાદા સાહેબ દેરાસર ખાતે સમાપન થઈ હતી. ભગવાન મહાવીર સ્વામીને પૂજન, અર્ચના કરી જય જયકાર દ્વારા અહિંસાનો સંદેશ આપવામાં આવશે. જેથી બીજા દિવસે પરમાત્માનો કલ્યાણનો વરઘોડો તા.14 ને ગુરુવારના રોજ સમગ્ર વિશ્વમાં મહાવીર જન્મ કલ્યાણના દિવસની ભાવસભર ઉજવણી કરશે. ભાવનગર સંઘ પણ 63 જેટલી વિવિધ કૃતિ-રચનાઓ દ્વારા ભવ્ય રથયાત્રાનો વરઘોડો નીકળશે, જે મોટા દેરાસર થી ચડી રાજમાર્ગો પર ફરી દાદાસાહેબના પટાંગણમાં ઉતરશે. સકળ સંઘે બંને દિવસે પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

Previous articleમધ્યાહ્નન ભોજન કરી બાળકો ગામના તળાવે થાળી ધોવા જતા નજરે પડ્યા, આચાર્યે કહ્યું, – પાણીની મોટર બળી ગઈ છે
Next articleભાવનગરમા માં શક્તિ આરાધના ધર્મોત્સવના ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું