શહેરમાં સિંહ સર્કલના લોકાર્પણ બાદ બે કલાકમાં સિંહ ગાયબ !

1209

ભાવનગર શહેરમાં નવા બનાવાયેલા બે સર્કલોના આજે સવારે લોકાર્પણ કરાયા બાદ પ્રભુદાસ તળાવ ખાતે બનાવાયેલ સિંહસર્કલના લોકાર્પણ બાદ બે કલાકમાં જ સિંહ ગાયબ થઈ ગયા હતા.
શહેરના પ્રભુદાસ તળાવ સર્કલમાં બે સિંહ રાખીને સિંહ સર્કલ અને ગીતાચોકમાં કમળ સર્કલ બનાવવામાં આવેલ. આજે સવારે મંત્રી વિભાવરીબેનના હસ્તે મેયર નિમુબેન, ચેરમેન સુરેશભાઈ સહિતના આગેવાનોની ઉપÂસ્થતિમાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
સર્કલોના લોકાર્પણ કર્યાના બે-ત્રણ કલાકોમાં જ પ્રભુદાસ તળાવ Âસ્થત સિંહ સર્કલમાંથી સિંહ ગાયબ થઈ ગયા હતા અને સર્કલ ખાલી પડ્યું હતું. પરંતુ જાણવા મળ્યા મુજબ સિંહ સર્કલના લોકાર્પણ કરવાની ઉતાવળ હતી તેથી સિંહને ફીટ કર્યા વિના મુકી દેવાયા હતા અને લોકાર્પણ બાદ ત્યાંથી ઉઠાવી લેવાયા હતા ત્યારે સર્કલના ઉતાવળે કરાયેલા લોકાર્પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

 

Previous articleમામસા ગામે સગ્ગા બાપે સગીર પુત્રીને મોતને ઘાટ ઉતારી
Next articleરાજ્યના મોટા શહેરોમાં આરોગ્ય વિભાગના દરોડા : ભાત,બગડેલી કેરીનો જથ્થો મળી આવ્યો