રેડક્રોસ બ્લડબેકના સહયોગથી આહીર સમાજ દ્વારા કરદેજ ખાતે રક્તદાન કેમ્પ

56

તારીખઃ૧૦ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડબેંક ભાવનગરના સહયોગથી કરદેજ ગામ ખાતે દેવાયત આપા બોદરની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરદેજ આહીર સમાજ દ્વારા કરવામાં આવેલ જેમાં ૬૧ યુવાનોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી, આહીર સમાજનો ઉજળો ઇતિહાસ જેના કારણે જીવંત છે એવા સ્વ.દેવાયતબાપા બોદર જેણે રા વંશને જીવંત રાખવા પોતાના દીકરાનું બલિદાન આપી દીધું આહીર-આહીરાણીને દેવાયત બોદર (આશરે ઇ.સ. ૯૦૦ – ૧૦૨૫) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા’ નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા’ ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી. દેવાયત બોદરનો જન્મ અલિદર-બોડિદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો. તેમને તેમની પત્નિ સોનલથી ઉગા નામનો પુત્ર અને જાહલ નામની પુત્રી હતી. દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા’ દિયાસને મારીને ગાદીભષ્ટ કર્યા પછી રા’ નવઘણને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું. કે જેના કારણે કહેવાયું છે કે આશરોતો આહીરનોજ, જે સમાજ બીજા ખાતર માથાના દાન તેમજ ધર્મ ખાતર આશરો અને રોટલાના દાન કરી શકતો હોય તેના માટે રક્તનું દાન કરવું એતો એની ખુમારીમાંજ હોય છે.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ફેશન ડીઝાઈનીંગ ફ્રી વર્કશોપનો પ્રારંભ
Next articleલાખોની કિંમતની બેગ સાથે નોરાનો કિલર સમર લૂક વાયરલ