રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો : મજુર કાયદા મુજબ એકપણ લાભ નહીં, શોષણ થતું હોવાનો રોષ

292

ઉદ્યોગપતિઓ રત્નકલાકારો થકી માલામાલ થયા અને કારીગરોની સ્થિતિ ઠેરની ઠેર : કોરોના, મંદી અને વેકેશન-પ્રોડક્શન કાપનો આર્થિક માર સહન કરી રહેલા રત્નકલાકારોની વ્હારે આવવા સરકારને અરજ
શહેર અને જિલ્લામાં હજારો રત્નકલાકારો થકી હીરા ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને આર્થિક કરોડરજજુ બન્યો છે ત્યારે હાલ રત્ન કલાકારો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય આર્થિક પેકેજ જાહેર કરવા માંગ સાથે રતન કલાકાર યુનિયને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હીરાઉધોગ સરકારને કરોડો ડોલરનુ વિદેશી હૂંડિયામણ રળી આપે છે ત્યારે હીરાઉધોગમા કામ કરતા રત્નકલાકારો કામદારની વ્યાખ્યા મા આવતા હોવા છતા તેમને મળવાપાત્ર મજુર કાયદા મુજબના પી. એફ. બોનસ પગાર સ્લીપ હકરજા, ઇ.એસ.આઈ ઓળખકાર્ડ સહિતના લાભોથી વર્ષોથી વંચિત રખાતા આર્થિક માનસિક અને સામાજિક શોષણ થતું હોવાની રાવ ઉઠી છે, મજુર કાયદા મુજબ જે કારખાનામાં ૨૦ કામદારો કામ કરતા હોય તેમણે પોતાની ફેકટરીને કારખાના ધારા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે પરંતુ હીરાઉધોગમા મોટા ભાગની ફેક્ટરીઓ અનરજીસ્ટર્ડ હોવાના કારણે સરકાર પાસે પણ રત્નકલાકારોની કોઈ માહિતીના હોવાના કારણે સરકારની યોજનાઓનો લાભ રત્નકલાકારોને મળતો નથી, યુનિયને વધુમાં જણાવ્યા મુજબ હીરાઉધોગમા ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે છતાં મંદીના સમયે અવારનવાર કારખાનેદારો વેકેશન તથા પ્રોડક્શન કાપ મૂકે છે જેની સીધી અસર રત્નકલાકારોના આર્થિક આવક ઉપર પડે છે તેમજ મોટી સંખ્યામા રત્નકલાકારો બેરોજગાર થઈ જાય છે અને તેના કારણે ઘણા રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધાના બનાવો પણ બને છે છતાં સરકારે કે ધંધોગપતિઓ એ રત્નકલાકારોને કોઈ મદદ કરી નથી.મોંઘવારી પ્રમાણે પગાર વધવાના બદલે વેકેશન અને પ્રોડક્શન કાપના કારણે આવક પર કાપ મુકાયો છે. હીરાઉધોગમા મજુર કાયદાનું પાલન થાત તેમજ રત્ન કલાકારો માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરે તથા ૨૦૦૮મા આવેલ મંદીમા રત્નકલાકારો માટે જે રત્નદીપ યોજના જાહેર કરી હતી તે યોજનાઓ તાત્કાલિકના ધોરણે શરૂ કરવી જોઈએ.
યુનિયને કરેલી માંગણીઓ…
– હીરા ઉધોગમા મજુર કાયદાનો ચુસ્તપણે પાલન, મોંધવારી પ્રમાણે પગાર તથા ભાવમાં વધારો કરવો
– રત્નકલાકારો માટે એક હજાર કરોડનુ આર્થિક પેકેજ જાહેર કરવામા આવે.
– રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવામાં આવે.
– આપધાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક સહાય જાહેર કરવામા આવે.
– રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના મા વધારે ફંડનીજોગવાઈ કરી યોજના ફરી શર કરવમાં આવે.
– રત્નકલાકારના આરોગ્યની ચકાસણી નિયમિત રીતે કરવામા આવે, હોસ્પિટલમા વિના મૂલ્યે સારવાર મળે.
– રત્નકલાકારોના કલ્યાણ માટે ’રત્નકલાકાર કલ્યાણ બોર્ડ’ની રચના કરવામા આવે.

Previous articleબોટાદમાં યુવક પર હુમલા કેસમાં ૫ આરોપીને ૧ વર્ષ કેદની સજા
Next articleસુરક્ષા માટેના ટ્રીગાર્ડ જ બન્યા વૃક્ષો માટે ગળાનો ગાળીયો !