કુમ કુમના પગલાં પડ્યા… માડીના હેત ઝર્યા… જોવા લોક ટોળે વળ્યા રે…

909
bvn2692017-19.jpg

ખેલૈયાઓના માનીતા એવા નવરાત્રિ પર્વ મધ્યાંતરે પહોંચ્યો છે. શહેરમાં ઠેર-ઠેર નવરાત્રિ રાસ-ગરબાના જાહેર આયોજનોમાં ખેલૈયાઓ મન મુકીને રાસગરબે રમી રહ્યાં છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિવિધ મંડળો અને સોસાયટીઓ દ્વારા રાસગરબાનું આયોજન કરાયું છે. જેમાં નવાપરા ખાતે ગરાસીયા સમાજ દ્વારા તેમજ નિર્મળનગર ખાતે જયઅંબે મિત્ર મંડળ દ્વારા, સરદારનગર ખાતે આવેલ માતંગી મંદિરે, આંબાવાડી ખાતે સ્વસ્તિક ગ્રુપ દ્વારા તેમજ અંધઉદ્યોગ શાળા પાસે આવેલ વિકલાંગ ક્રાંતિ સંગઠન દ્વારા પણ આયોજન કરાયેલ છે. નંદકુંવરબા સ્કુલ ખાતે બહેનો માટે રાસગરબાના યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષિકાઓ પણ ઝુમી ઉઠ્યા હતા.