ભાવનગરના ખેડૂતવાસમાં ધારીયા તેમજ ધોકા વડે યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

124

યુવાનને ઢોર માર મારતા હોવાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ગત રવિવારે સાંજે એક યુવાન પર ચાર શખ્સોએ હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ ધમકી આપી નાસી છુટ્યા હતાં. ત્યારે આ હુમલાની ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ ભારે ચકચાર મચી છે. આ હુમલાખોરો વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી માહિતી અનુસાર શહેરના ખેડૂતવાસ સ્થિત મચ્છીબજાર ચોક પાસે રામાપીરના મંદિર નજીક રહેતો અને છુટક મજૂરી કરતો વિશાલ ધૂડા સોલંકી ઉ.વ.19 બપોરે પોતાના ઘર નજીક આવેલા હનુમાનજી મંદિર પાસે તેના મિત્ર સાવન મેર સાથે બેઠો હતો. આ દરમિયાન આકાશ ઉર્ફે ઘોડો ,અજય અને તેનો ભાઈ વિશાલ અને પરેશ રાઠોડ જૂની અદાલતે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા. જેથી વિશાલ ધૂડાએ ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ ધારીયા તથા ધોકા વડે તેના પર હુમલો કર્યો હતો. તેમજ ઢોર માર મારી ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ ઘટનાનો કોઈએ વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ અંગે ઈજાગ્રસ્ત વિશાલ ધૂડાએ આકાશ, અજય, વિશાલ તથા પરેશ વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleબ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ વર્ષે યોજાયું પારિવારિક શાંતિ અભિયાન….
Next articleભાવનગરના સમઢિયાળામાં પ્રેરક અભિયાન ‘અપના ઘર ભોજનાલય’નો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો