ભાવનગર કાર્નિવલની ભવ્ય ઉજવણી : વોલ પેઇન્ટિંગ અને મહા આરતી કાર્યક્રમ યોજાયા

55

તા.બેથી ચાર , મંગળ અને બુધ ભાવનગર કાર્નિવલનું આયોજન કરાયું છે. કાર્નિવલમાં પ્રખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ કિંજલ દવે સાઈરામ દવે જલ્સો કરાવશે. રવિવારે એક મેના વોલ પેઇન્ટિંગ અને મહા આરતીના કાર્યક્રમ યોજાઈ ગયા. પહેલી મેને રવિવારે સાંજે પાંચ વાગ્યાથી શાંતિલાલ શાહ મેદાન, એવી સ્કૂલ મેદાનની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કલા સંઘના દ્વારા યોજાયો જેમાં અજય ચૌહાણના નેતૃત્વમાં ૨૫૦ જેટલા ચિત્રકારોએ સુંદર ચિત્રો દોર્યા. સાંજે ૭ કલાકે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહા આરતી યોજાઈ હતી. બોર તળાવ ખાતે રોશની અને લેઝર લાઈટીગથી ભવ્ય રોશની કરવામાં આવી છે.

બીજી તારીખને સોમવારે આજે મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાંજે ૭ કલાકે આ કાર્નિવલનો વિધિવત પ્રારંભ થશે અને સાથે સુખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંઈરામ દવે, દ્વારા ગીત સંગીત અને સાહિત્યનો કાર્યક્રમ કૈલાસ વાટીકા, બોર તળાવ ખાતે યોજાશે. આવતીકાલે ત્રીજી તારીખ અને અક્ષય તૃતીયાના દિવસે ભાવનગરનો સ્થાપનાદિવસ છે. આ દિવસે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત વિવિધ કાર્યક્રમો યોજાશે. કૈલાસ વાટીકા ખાતે રાહત દરે ખાણી પીણીના સ્ટોલ, બાળકો માટે વિનામૂલ્યે જમ્પિંગ સહિતની ફન રાઈડ્‌સ પણ આ ત્રણ દિવસ દરમિયાન રાખવામાં આવેલ છે. આ ત્રણેય દિવસ દરમિયાન અન્ય કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે અને ભાવનગર કાર્નિવલ દરમિયાન શિક્ષણ મંત્રી વાઘાણી સતત હાજર રહેવાના છે તો મંત્રીઓ, અગ્રણીઓ, સંતો- મહંતો, ઉદ્યોગપતિઓ પણ આ મહોત્સવમાં જોડાશે. ભાવનગરનો રાજવી પરિવાર પણ આ ઉત્સવનો સહભાગી બન્યો છે. સહુ ભાવેણાવાસીઓને આ કાર્નિવલમાં જોડાવા, તમામ કાર્યક્રમોનો લાભ લેવા તથા આપણા ભાવનગરના જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થવા જાહેર આમંત્રણ અપાયું છે. આ કાર્નિવલમાં ૨,૩,૪ મેના કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે નાગરિકોની સુવિધા માટે સ્થળની બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુમુદવાડી વાડી થઈને આવતા બાળ વાટીકા દરવાજા સામે પાર્કિંગ જગ્યા નિશ્ર્‌ચિત કરવામાં આવી છે તો કૈલાસ વાટિકા ગેઈટ તરફના રસ્તે જ્વેલર્સ સર્કલથી કાર્યક્રમ સ્થળે જતા નવા બનેલા રોડની ડાબી બાજુએ જતા મુખ્ય દરવાજા પહેલા, સોસાયટી ની વાડીમા પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Previous articleભુંભલીમાં જુના ઝગડાનું સમાધાન કરવાનું કહી ચાર શખ્સોને ઢીબી નાખ્યાની ફરિયાદ
Next articleપુત્રની હત્યારો પિતા અમદાવાદથી ઝડપાયો