ભગવાન પરશુરામ જન્મોઉત્સવની ભાવનગરમાં ભવ્ય શોભાયાત્રા

92

તા.૦૩/૦૫/૨૦૨૨ ને મંગળવાર નારોજ પાલીવાલ પરશુરામ યુવા સેના આયોજીત સમસ્ત બ્રહ્મ સમાજની ભવ્ય શોભાયાત્રા યોજાઇ આ શોભાયાત્રા સદગુરુ આશ્રમ કાળીયાબીડ થી સંતશ્રી સીતારામ બાપુ, સંતશ્રી વિશાલદાસ બાપુ, ભગવાન દાસ બાપુ, કરૂણાશંકરદાદા તેમજ રાજકીય, સામાજીક આગેવાનો શોભાયાત્રાને પ્રસ્થાન કરાવેલ, આ શોભાયાત્રા માં ૭ હજાર યુવાનો, તેમજ ૩હજારથી વધારે આગેવાનો, ૮૦૦ બાઇક, ટ્રેકટરો, ૧૦ ખૂલ્લી જીપ, ૫૦ ફોરવ્હીલ ગાડીઓ, સાથે ભગવાન પરશુરામ ની ભવ્ય શોભાયાત્રા સદગુરૂ આશ્રામ થી પ્રસ્થાન કરી ભગવતી સર્કલ, વિરાણી સર્કલ, લીલા સર્કલ કામીનિયાનગર, જલારામ સોસાઇટી, દુખીશ્યામ બાપા સર્કલ રામમંત્ર, લખુભા હોલ, પાણીની ટાંકી, અક્ષરવાડી, વેલીંટાઇન સર્કલ, સસ્કાર મંડળ સરદારનગર,૧૨ નંબર (ભરતનગર), મંગલમ હોલ, શિવનગર,ગોપાલનગર,ટોપથી સર્કલ થી અધેવાડા, શિવકુંજ આશ્રમ વિરામબાદ ધર્મસભા યોજાઇ આ ધર્મસભામાં “જીવન યાત્રામાં ઉત્સાહ અને અભય આપે એ પરશુરમ”- સીતારામ બાપુ, જીવન એક યાત્રા છે ભગવાન રામચંદ્રજીનું ધામ અયોધ્યા, શ્રીકૃષ્ણનું ધામ વૃંદાવન, ભગવાન પરશુરામ તો ચિરંજીવી અને યાત્રીક છે પરિભ્રમણ કરતા-કરતા તેવોએ ધર્મને બચાવવા અધર્મ અને અન્યાને દુર કરવાનો પ્રયત્નો કર્યા છે, ‘જીવન મા ઉત્સાહ અને અભય આપે તે પરશુરમ, ભગવાના ૨૪ અવતાર માં ના એક અવતાર છે,’

“જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢત અસુર અધામાં અભીમાની”. જ્યારે જયારે ધર્મને હાની પહોચે ત્યારે કોઇપણ સ્વરૂપે ભગવાન અવતાર ધારણ કરતા હોય છે, એવા ભગવાન પરશુરામના જન્મમાં સૌના જીવનમાં ઉત્સાહ, ઉમંગ,અભયત્વ અને સદગુણો ને ખીલવે તેવી પ્રાર્થના સાથે આ અજીતપર્વ પરશુરામ યાત્રાના પાવન પર્વને શુભ આષિશ પાઠવીએ. સતકાર્ય દ્વારા સંયમ અને સહકાર થી સમાજ જીવનને સમૃધ્ધ બનાવી અને જીવનની ધન્યતા પ્રાપ્ત કરવા યુવાનોને શુભકામના પાઠવેલ-પુજ્ય સીતારામ બાપુ આ ધર્મસભામાં સંતો દ્રારા આશિર્વચન આપેલ જેમાં પ્રમુખ પાલીવાલ બ્રહ્મસમાજ મહેન્દ્રભાઇ બારૈયા, કનુભાઇ બારૈયા (ધારાભ્ય),વિક્રમભાઇ દવે (સુરેન્દ્રનગર),રમણીકભાઇ પંડયા (માજીમેયર), રાજુભાઇ ઉપાધ્યાય, કીશોરભાઇ ભટ્ટ (વંદેમાતરમ), રાજીવભાઇ પંડયા,રાજનભાઇ ભટ્ટ (ચેરમેન બાંધકામ સમીતી), જીતુભાઇ ઉપાધ્યાય (ચેરમેન નાગરીકબેંક), તેમજ બ્રહ્મસમાજના વિવિધ આગેવાનો ખાસ હાજરી આપેલ આ શોભા યાત્રાનું દરેક સર્કલ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં કરેલ તેમજ ઠંડા પીણા શરબત અને પ્રસાદીનો અવિરત પ્રવાહ ચાલુ રહેલ.

આ ભવ્ય શોભાયાત્રા નું ટોપ થ્રી સર્કલ ખાતે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને ભગવાન પરશુરામના દર્શન કરેલ પાલીવાલ પરશુરામ યુવા કમીટી, ડૉ.મહેશ લાધવા, મુકેશભાઇ જાની, ભદ્રેશભાઇ રમણા, પ્રભાતભાઇ પંડ્યા,અભી પંડયા, કિશોરભાઇ જાની, ત્રિલોક ધાંધલ્યા, વગેરે શોભાયત્રા રૂટનું સંપુર્ણ દેખરેખ રાખી ભવ્ય શોભાયાત્રા માટે પ્રથમ રથમાં બ્રહ્મસમાજના આગેવાનો બીજા રથમાં બહેનો ત્રીજા રથમાં યજ્ઞ ચાલુ રહેલ, ત્યારબાદના રથમાં ભગવાન પરશુરામ તથા નવ દુર્ગા અને બાળ પંડીતો ત્યારબાદ ભાગવાન પરશુરામનો રથ રાખેલ જે કૃતિઓ ખુબજ આકર્ષક હતી. આ શોભાયાત્રામાં છેલ્લો રથ સેવાકીય ભાવના સાથે મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી ચકલીના ૫૦૦૦ માળાનું ફ્રીમાં વિતરણ કરેલ આ શોભા યાત્રા નું સનાતન ધર્મના દરેક ધર્મ પ્રેમી એવા ભવ્ય દર્શનના લાભ લીધેલ અને યાત્રામાં જોડાયેલ ડૉ. મહેશ લાધવાની યાદીમાં જણાવેલ છે.

Previous articleપંજાબનો ધમાકેદાર વિજય, ગુજરાત ટાઈટન્સને હરાવ્યું
Next articleભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારત રત્ન’થી નવાજવા મોરારીબાપુએ કરી માંગ