ભાવનગર શહેરના વિકાસ માટે કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

58

ભાજપ કાર્યાલય ખાતે તથા કોર્પોરેશનમાં બંને જગ્યાએ રિવ્યુ બેઠક યોજાઈ
ભાવનગર શહેરના વિકાસ માટે કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય પર અગત્યની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વિકાસના કામોને વેગ આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર શહેરના અતિ મહત્વ લક્ષી પ્રોજેક્ટર ચાલી રહ્યાં છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી મહાનગરપાલિકા પણ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી ભાવનગરના વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે મનપાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ભાવનગરના વિકાસના કામો માટે ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી એ ભાવનગરમાં ઘણા લાંબા સમયથી ચાલતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપર ભાજપ કાર્યાલય પર શહેર પ્રમુખ અને મેયરની ઉપસ્થિતિમાં ચર્ચા કરી હતી. કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાની સુખાકારી માટે ચાલી રહેલા પ્રોજેક્ટ લાંબા સમયથી મંદ ગતિએ ચાલી રહ્યા છે. શહેરના આરટીઓ સર્કલથી દેસાઈનગર સુધી ફ્લાવરનું કામ ચાલી રહ્યું છે. જેમાં તાલુકાના દરમિયાન અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. બીજી તરફ સિક્સ લાઈનનું કામ પણ મંદ ગતિએ ચાલી રહ્યું છેય સહિત અનેક કામોને વેગ આપવા માટે આજે કેબિનેટ મંત્રીએ મિટિંગ યોજી હતી.

ત્યારબાદ જીતુ વાઘાણી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં શહેરમાં અનેક મહત્વ લક્ષી કામોને વેગ મળે તે માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં વિકાસના કામો માટે જુદા જુદા સમયે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો સમયસર અને સંકલન સાથે ઉપયોગ થાય તે માટે આજે આ બેઠક યોજવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામો શરૂ છે, કેટલાક પ્રોજેક્ટ શરૂ છે તેમાં સમયસર કામ પૂર્ણ થાય તે માટે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહાનગર પાલિકા કચેરી ખાતે પણ સંબંધિત વિભાગના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક રાખવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર શહેરના બોર તળાવ ખાતે ભવિષ્યમાં રાજ્યના અન્ય મહાનગરમાં હોય તેવા મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. તેમજ ભવિષ્યમાં સાયન્સ સેન્ટરને લોકોને માટે ખુલ્લુ મુકવામાં આવશે જે અંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૨૦૫ નવા કેસ નોંધાયા
Next article300મો જન્મોત્સવ રંગેચંગે સંપન્ન: ભાવનગરની જન્મદિનની ઉજવણીની પૂર્ણાહુતિમાં માનવ મહેરામણ ઉમટ્યું,