સિહોર તાલુકા ના ટાણા ગામે વાલ્મીકી યુવા સંગઠન ટાણા દ્વારા આયોજિત પ્રથમ સમુહલગ્ન સમારોહ વાંકિયા હનુમાન આશ્રમ ટાણા ખાતે યોજાયો…

90

આજ રોજ સિહોર તાલુકા ના ટાણા ગામ ખાતે વાલ્મીકિ યુવા સંગઠન ટાણા દ્વારા આયોજીત પ્રથમ સમૂહ લગ્ન સમારોહ વાંકિયા હનુમાન આશ્રમ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાતસરકારના મંત્રીશ્રી આર.સી.મકવાણા, ભાવનગર જીલ્લા ભાજપા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સિહોર નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ, સિહોર તાલુકા પંચાયત પ્રતિનિધિ કેતનભાઈ જસાણી, પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા, સિહોર તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ ચુડાસમા સહીત પરમ પૂજ્ય સંતો-મહંતો અને વાલ્મીકી સમાજ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં યોજાયો.હતો આ પ્રસંગે વાલ્મિકી સમાજ ના આગેવાનો,મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ વડીલો, યુવાનો તેમજ સમાજ ના સંગઠન હોદેદારો કાર્યકર્તા ઓ દાતાઓ,સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા.