ગારીયાધાર યાર્ડમાં જણસ વેચવા ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર

45

તંત્રના પાપે ખેડૂતો મેં મહિનાના ધોમ ધખતા તાપમાં ઉભા રહેવા મજબૂર, ટોકન સિસ્ટમ અમલી કરવા માંગ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાની સરદાર પટેલ માર્કટિંગ યાર્ડમાં હાલ ખેડૂત દ્વારા ઉનાળુ ચણાના પાકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી ગારીયાધાર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનો ટ્રેક્ટરની લાંબી લાઇન લાગેલી જોવાઇ રહી છે. જેમાં હાલ તંત્રના પાપે ચણાના પાકનું વજન કરતા કાંટાની સંખ્યા ઓછી હોવાની સાથે વારેવારે વજન કાંટા ખરાબ થતા હોવાથી ખેડૂતને પારાવાર નુકશાની વેઠવી પડી રહી છે. તો બીજી બાજુ ખેડૂત દ્વારા એવી પણ માંગ કરાઈ છે કે ટોકન સિસ્ટમ અમલી બનાવાય જેથી મેં મહિનાના આકરા તાપમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેનારા ખેડૂતોને યોગ્ય ન્યાય મળે.

Previous articleપ્રભુદાસ તળાવમાંથી ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું
Next articleરજાની મજા માણી લેવામાં મશગુલ ગુજરાતીઓ…