ભાવનગરમાં પડછાયા ગાયબ થયાની ખગોળીય ઘટના લોકોએ નિહાળી

54

વર્ષમાં બે વખત આ અવકાશીય ખગોળીય ઘટના રચાય છે, ઝીરો શેડો ડે તરીકે ઓળખાય છે : આજે આ ઘટના ૧૨ઃ૩૯ કલાકે જોવા મળી હતી, હવે ૧૩ જુલાઇ, ૨૦૨૨ના રોજ ૧૨ઃ૪૭ કલાકે જોવા મળશે
ભાવનગરમાં પડછાયો ગાયબ થયાની ખગોળીય ઘટના આજરોજ ૧૨ઃ૩૯ કલાકે જોઈ શકાય હતી. આ અવકાશીય ખગોળીય ઘટના વર્ષમાં ૨ વખત રચાય છે. હાલની પરિસ્થિતિમાં ઘરે રહીને પણ લોકો આ અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી વિશેષ માહિતી સાથે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આજે સોમવારના રોજ ૧૨ઃ૩૯ કલાકે ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદ જોષી દ્વારા વિશેષ માહિતી આપી હતી. આપણી આસપાસ બનતી કુદરતી ઘટનાઓ ઘણી વખત આપણી માટે ખુબ વિસ્મયકારક હોય છે! જેને આપણે મન ભરીને માણીએ છીએ. સમય સાથે સર્જાતી આવી ઘટનાઓને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા અને તેની પાછળનું કારણ જાણવા સતત ઉત્સુક રહીએ છીએ. આવી જ એક અવકાશીય ખગોળીય ઘટના જે વર્ષમાં ૨ વખત રચાય છે, તે છે ઝીરો શેડો ડે. એટલે કે વર્ષમાં બે વખત અવકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોચે ત્યારે અમુક ક્ષણો પુરતો પડછાયો સાથ છોડી દે છે, જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સુર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન ૨૩.૫ ડીગ્રીની ધરી જોક સાથે પરિભ્રમણ કરે છે. તેથી જ આપણને ઋતુઓ અનુભવાય છે. આનો અર્થ એ પણ છે કે સૂર્ય, તેના ઉચ્ચતમ તબક્કે દક્ષિણ વિષુવવૃત્ત (ઉત્તરાયણ) ની દિશામાં, અને એક વર્ષમાં ફરી (દક્ષિણાયન) અમુક ચોક્કસ અંતરે ૨૩.૫(ઉત્તરાયન) અને -૨૩.૫(દક્ષિણાયન) ડિગ્રી અક્ષાંશ વચ્ચેના બે અયન બિંદુઓએ સમપ્રકાશીય હોય છે. આથી વર્ષમાં બે વખત અમુક સેકન્ડ્‌સ માટે પડછાયો ગાયબ થઇ જાય છે.ભાવનગરમાં આ ઘટના ૩૦ મે, ૨૦૨૨ ના રોજ ૧૨ઃ૩૯ કલાકે જોવા મળી હતી. હવે ૧૩ જુલાઇ, ૨૦૨૨ ના રોજ ૧૨ઃ૪૭ કલાકે જોવા મળશે. લોકો આ અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી વિશેષ માહિતી સાથે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર, સંસ્કાર મંડળ ખાતે ઝીરો શેડો પ્રત્યક્ષ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Previous articleભાવનગર શહેરમાં શનેશ્વર મહારાજની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી, મંદિરોમાં ભાવિકોની ભીડ જામી
Next articleBMC ખાતે યોજાયેલી સાધારણ સભામાં ૭ ઠરાવોને બહાલી