અંધ અભ્યુદય મંડળનું ૬૨મુ વાર્ષિક અધિવેશન સુપેરે સંપન્ન

41

રાજ્યભરમાંથી ૫૦૦ થી વધુ નેત્રહીન ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા : સ્માર્ટ સ્ટીક, નેતરની લાકડી, કેબીન સહાય અને શુભેચ્છા ભેટની લહાણી
૧૯૫૮ થી કાર્યરત અંધ અભ્યુદય મંડળનાં ૬૨માં વાર્ષિક અધિવેશનનું ઉદ્‌ઘાટન ભાવનગર જીલ્લા કલેકટર યોગેશ નીર્ગુડે દીપ પ્રગટાવી કર્યું હતું. આ પ્રસંગે તેમના તેમના વરદહસ્તે શિહોરમાં જુદી-જુદી ચીજવસ્તુઓનું કેબીનમાં વેચાણ કરતા જયેશ રાજ્યગુરુને રૂ.૨૫ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. “પ્રજ્ઞાની પાંખે ને વિચારોની વાટે” વિષય પર યોજાયેલ વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓને અનુક્રમે રૂ.૨૫૦૦, ૧૫૦૦ અને ૧૦૦૦ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાના પ્રથમ વિજેતા મનહર વાળાએ પોતાના જીવન સંઘર્ષની અનોખી શૈલીમાં વાત મૂકી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે અલંગ ઓટો એન્ડ જન. એન્જી.કં.પ્રા.લીનાં આર્થિક સહયોગથી ૫૦૦ નેત્રહીન સભ્યોને ગરમ ટીફીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળનાં મંત્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. આગામી છ માસિક અનાજકીટ માટે શશીભાઈ વાધરે દાન જાહેર કર્યું હતું એવી જ રીતે કાર્યક્રમનાં ભોજન માટે નીતાબેન રેયાએ રૂ.૨૧ હજાર અને બીપીનભાઈ પંડ્યાએ પોતાની માતુના સ્મરણાર્થે અનાજકીટ માટે રૂ.૨૧ હજારનું અનુદાન જાહેર કર્યું હતું, જયારે કાર્યક્રમનાં અધ્યક્ષ અને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનાં જીવરાજભાઈ પટેલે મંડળની પ્રવૃતિઓને વિકસાવવા રૂ.૧,૦૧,૦૦૦નું અનુદાન નોંધાવ્યું હતું.

મંડળનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીએ મંડળની ભાવી પ્રવૃતિઓ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી શિયાળામાં મંડળ દ્વારા પ્રથમ નેત્રહીન લગ્નોત્સવ ઉજવવામાં આવશે, જેમાં ૧૧ નેત્રહીનોનાં લગ્ન યોજાશે જેનું નેતૃત્વ મહેશભાઈ દવે સ્વીકારશે તેમણે કહ્યું હતું કે નેત્રહીનોને બીજાની દયા પર જીવવાના બદલે અન્ય પર દયા દાખવી શકાય તેવું ઉત્તમ જીવન જીવવા આગળ આવવા આહ્વાન કર્યું હતું. આભારદર્શન મંડળનાં ઉપપ્રમુખ બાબુભાઈ ગોહિલે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ધારૈયાએ કર્યું હતું. આ પ્રસંગે ભાવેશભાઈ ગાંધી, પંકજભાઈ ત્રિવેદી, મહેશભાઈ પાઠક, ગીરીશભાઈ શેઠ, હર્ષકાન્તભાઈ રાખશીયા, નરેન્દ્રભાઈ પનારા, મસ્તરામભાઈ દૂધરેજિયા, જીતુભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયારે કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં કર્મવીરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleBMC ખાતે યોજાયેલી સાધારણ સભામાં ૭ ઠરાવોને બહાલી
Next articleઈગ્લીંશ દારૂની ૪૭ બોટલ સાથે ક.પરાનો પકો પોલીસ સંકસજામાં