રથયાત્રાની છડી પોકારતું ભગવાન કૃષ્ણનું પૂર્ણ કદનું કટઆઉટ લાગ્યું…

38

ભાવનગરમાં પરંપરાગત અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બે વર્ષ બાદ આ વર્ષે ફરીથી દબદબાભેર ભવ્યતાથી યોજાશે. પ્રતિવર્ષ રથયાત્રા પૂર્વે ઘોઘાગેટ ચોકમાં ભગવાન કૃષ્ણનું વિશાળ કટ આઉટ લગાવામાં આવે છે જે રથયાત્રા આગમનની છડી પોકારે છે. ગઇકાલે રાત્રે રથયાત્રા મહોત્સવ સમિતિના આગેવાનોના માર્ગદર્શન તળે ભગવાન કૃષ્ણનું પૂર્ણ કદનું કટ આઉટ ઉભુ કરી દેવાયુ હતું. આ સાથે રથયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાઓએ હવે કમાન, ધ્વજા, પતાકા સાથે હોડિંગ્સ, બેનર વિગેરે લાગશે જેમ જેમ અષાઢી બીજ નજીક આવતી જશે તેમ તેમ તૈયારીને વેગ મળતો જશે.

Previous articleઈગ્લીંશ દારૂની ૪૭ બોટલ સાથે ક.પરાનો પકો પોલીસ સંકસજામાં
Next articleશહેરના વિક્ટોરિયા પાર્કના નામકરણ મુદ્દે આમ આદમી પાર્ટીની દોગલી રાજનીતિ