ધોનીની નેટવર્થ હાલમાં ૮૪૬ કરોડ હોવાનું અનુમાન

26

રાંચી, તા.૭
ગમે તેવા તણાવ વચ્ચે પણ દિમાગને શાંત રાખવા માટે જાણીતા અને કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીની બિઝનેસ સેન્સ પણ ગજબની છે. તાજેતરમાં એક ચેક બાઉન્સના કેસમાં ધોનીનું નામ આવ્યું છે, પરંતુ ક્રિકેટના મેદાન બહાર બિઝનેસ જગતમાં ધોનીએ તેની ધાક જમાવી છે તે હકીકત છે. ધોનીને નવા પ્રકારના બિઝનેસમાં અને કંપનીઓમાં ભાગીદારી કરવાનું વધારે પસંદ છે. તેમાં ડ્રોન બનાવતી કંપનીઓથી લઈને પ્રિ-ઓન્ડ કાર વેચતી કંપનીઓ પણ સામેલ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર થયા પછી ધોનીએ ક્લોથિંગ, શરાબ અને એગ્રીકલ્ચર જેવા બિઝનેસમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં તેમણે ડ્રોન કંપની ગરુડા એરોસ્પેસમાં હિસ્સો ખરીદ્યો છે. આ ડીલનો ભાવ જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ ધોની આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. ગરુડા એરોસ્પેસ એ ઓછા ખર્ચે ડ્રોન સોલ્યુશન પૂરું પાડવા માટે કામ કરતી કંપની છે. તેની પાસે ૫૦૦ પાઈલટ, ૪૦૦ ડ્રોન, ૩૫૦ પ્રોજેક્ટ છે અને ૮૪ શહેરોમાં કામ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રએ તાજેતરમાં આ ડ્રોન કંપનીના ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. એમ એસ ધોનીની નેટવર્થ હાલમાં ૮૪૬ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. તેની માસિક આવક અને પગાર ચાર કરોડ રૂપિયા છે અને વાર્ષિક આવક લગભગ ૫૦ કરોડ રૂપિયા છે. આપીએલમાંથી તેને ૧૨ કરોડ રૂપિયાનો પગાર મળે છે.એમ એસ ધોનીની લિડરશિપ હેઠળ ભારતે ૨૦૦૭નો ટ્‌વેન્ટી ૨૦ વર્લ્‌ડ કપ, ૨૦૧૧માં ક્રિકેટ વર્લ્‌ડ કપ અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હાલમાં ધોનીએ જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તે આ પ્રમાણે છે. ખાતાબૂક કેપ્ટન કૂલઃ ૨૦૨૦માં ખાતાબૂકે ધોની સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. ખાતાબૂકે એમએસએમઈ સેક્ટર માટે યુલિટિટી સોલ્યૂશન તૈયાર ક૪યા છે. તેને ૧૨ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી છે. સ્પોર્ટસફિટઃ ધોની ફિટનેસ સોલ્યુશનના બિઝનેસમાં પણ છે. તેની પાસે સ્પોર્ટ્‌સ ફિટ વર્લ્‌ડ નામ હેઠળ દેશમાં ૨૦૦થી વધારે જિમ છે. સેવન ઈન્ક બ્રિવ્યુસઃ આ એેક ફૂડ અને બેવરેજ કંપની છે. ગયા વર્ષે એપ્રિલથી ધોની તેના બ્રાન્ડ એમ્બેસેડર છે અને શેરહોલ્ડર પણ છે. આ કંપની ચોકલેટ અને બેવરેજિસનું ઉત્પાદન કરે છે જેમાં નોન-આલ્કોહોલ અને આલ્કોહોલ પ્રોડક્ટ સામેલ છે. આ પ્રોડક્ટને બ્રાન્ડ કોપ્ટર ૭ નામ હેઠળ વેચવામાં આવે છે. કાર્સ૨૪ સાથે પણ ધોનીની ભાગીદારી છે. આ કંપની પ્રિ-ઓન્ડ કારની લે-વેચ કરે છે. ધોની આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કાર્સ ૨૪ સર્ટિફાઈડ કારની એક રેન્જ પૂરી પાડે છે. તે ગ્લોબલ ઓટો ટેક કંપની બની છે જે ભારત, ઓસ્ટ્રેલિયા અને યુએઈમાં સક્રિય છે. હોમ લેન એક ઈન્ટિરિયર કંપની છે અને ધોનીએ તેની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે. ધોની તેમાં ઇક્વિટી પાર્ટનર અને બ્રાન્ડ એમ્બેસેડર છે. હોમ લેનની શરૂઆત ૨૦૧૪માં થઈ હતી અને હાલમાં તે બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ પૂણે સહિત ૧૬ શહેરોમાં હાજરી ધરાવે છે. ઝારખંડના રાંચી શહેરમાં ધોની હોટેલ માહી રેસિડન્સીની માલિકી ધરાવે છે. આ હોટેલની બીજી કોઈ ફ્રેન્ચાઈઝી નથી.

Previous articleલગ્નના ચાર મહિના પૂરા થતાં કરિશ્મા તન્નાએ કર્યું સેલિબ્રેશન
Next articleક્ષમાની માફક સ્વલગ્ન-સોલોગામી(self marriage) કરવાનો રાજુ રદીએ નિર્ણય કર્યો!! (બખડ જંતર)